અમદાવાદની કિડની હોસ્પિટલનાં સ્થાપક ડો. એચ. એલ ત્રિવેદીનું નિધન
અમદાવાદ, 5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર નેફ્રોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. એચ.એલ ત્રિવેદીનું નિધન થઇ ગયું છે. તેઓ ઘણા લાંબા સમયથી તેઓ બીમાર હતા. બપોરે અઢી વાગ્યે તેમનું અવસાન થયું હતું. તેમના નશ્વર દેહને દર્શાનાર્થે ઈન્સ્ટિટ્યુટના પ્રમાઈસિસમાં આવતી કાલે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે.
400 કિડની ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ ધરાવનાર અને દેશપ્રેમ ખાતર વિદેશ છોડીને ગુજરાતમાં આવીને વસેલા ડો.એચ.એલ ત્રિવેદીથી ભાગ્યે જ કોઈ પરિચીત ન હોય. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનાવેલી કિડની હોસ્પિટલ તેમની દેણ છે. છેલ્લા બે વર્ષથી તેમની તબિયત લથડી હતી, પરંતુ ગઈકાલે તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને કિડની હોસ્પિટલના ત્રીજા માળે આઈસીયુમાં દાખલ કરાયા હતા.