Western Times News

Gujarati News

અમદાવાદની જેમ ગાંધીનગરમાં 9.3km લાંબો રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવશે

નવ વર્ષ પછી ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટને વિકસિત કરવાની યોજનાએ હવે જાેર પકડ્યું

અમદાવાદ,  જાે બધું સમુસુથરું પાર પડ્યું તો આગામી સમયમાં ગાંધીનગરની પ્રજાને રિવરફ્રન્ટની મજા લેવા માટે છેક અમદાવાદ સુધી ધક્કો ખાવાની જરુર નહીં પડે. લગભગ નવ વર્ષ પછી ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટને વિકસિત કરવાની યોજનાએ હવે જાેર પકડ્યું છે.

નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પર ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદની જેમ રિવરફ્રન્ટ બનાવવા માટે પીડીપીયુ પુલ અને શાહપુર પુલની વચ્ચે ૯.૩ કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ માટે બીડ મંગાવ્યા છે. આ પ્રકલ્પનો પ્રથમ તબક્કાનો ખર્ચ રૂપિયા ૩૫૩.૫૮ કરોડની છે.

વિભાગના સિનિયર અધિકારીઓ દ્વારા આ અંગે વાત કરતા જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટ અંતર્ગત રિવરફ્રન્ટના કેટલાક ફીચર્સને અહીં ઉપયોગમાં લેવામાં આવશે, જેમાં નદીની પાસે ચાલવા માટેથી લઈને ઊંચી દીવાલ ઉભી કરવામાં આવશે. આ અંગે સિનિયર અધિકારીએ જણાવ્યું કે, “રિવરફ્રન્ટ પર બન્ને બાજુએ ચાર ઘાટ બનાવાશે અને પાંચ પોઈન્ટ બન્ને બાજુએ હશે કે જ્યાંથી ગિફ્ટ રિવરફ્રન્ટને જાેડી શકાય.

અહીં લોકો ધોલેરા મંદિર, રાયણસણ ગામ અને રાંદેસરણ ગામથી રિવરફ્રન્ટ સાથે જાેડાઈ શકશે. આ સિવાય જેઓ ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર પાસે હશે તેઓ પણ સીધા રિવરફ્રન્ટ સાથે જાેડાઈ શકશે.”

જ્યારે ગાંધીનગરમાં વિકસિત થનારા રિવરફ્રન્ટ પર પબ્લિક સ્પેસ અને કમર્શિયલ સ્પેસ અંગે પૂછવામાં આવ્યું તો અધિકારીએ જણાવ્યું કે, “એક ખાસ ગવર્નિંગ કાઉન્સિલની જવાબદારી રહેશે કે અહીં રિવરફ્રન્ટના વિકાસમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જાેઈએ. અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ બીડ આગામી બે અઠવાડિયામાં ખુલશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, “અમદાવાદમાં બનેલી ૧૧.૨ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ ઈન્દીરા બ્રિજ પાસે પૂર્ણ થઈ જાય છે, અહીંથી સામાન્ય અંતરે હાંસોલ આવેલું છે કે જ્યાં ૧૫ દિવસ માટે અમદાવાદ શહેર માટે પાણીની વ્યવસ્થા થઈ શકે તેવી વિશાળ જળાશય ઉભું કરવા અંગે વિશે વિચારણા કરવામાં આવી રહી છે. સિંચાઈ વિભાગ પાણીના જળાશયની ડિઝાઈનને અંતિમ રૂપ આપી રહ્યું છે.

આમ આ કામગીરી પછી ૯.૩ કિલોમીટરના ગિફ્ટ કોરિડોર પર કામ શરુ કરાશે. ભવિષ્યમાં ગાંધીનગર અને અમદાવાના રિવરફ્રન્ટને જાેડી દેવાશે જેથી રાહદારીઓ ૨૩ કિલોમીટર લાંબા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકશે.”

આ સાથે અધિકારી દ્વારા એ પણ વિગતો જણાવવામાં આવી કે, (GIFT CITY) ગિફ્ટ સિટી રિવરફ્રન્ટ પર બનનારા ઘાટ માટે કોંક્રેટનો ઉપયોગ ટાળવા માટે કુદરતી ટોપોગ્રાફીનો ઉપયોગ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.