Western Times News

Gujarati News

અમદાવાદની ટિ્‌વન્સ બહેનો ધોરણ ૧૦માં ટોપર બની

અમદાવાદ: માસ પ્રમોશન બાદ આજે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનું પરિણામ સ્કૂલ પરથી આપવામાં આવી રહ્યું છે. આ પરિણામથી અનેક વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી છે તો કેટલાક વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનને જ સ્વીકારી લીધું છે.ત્યારે અમદાવાદની બે ટિ્‌વન્સ બહેનોએ ધોરણ ૧૦માં માસ પ્રમોશનમાં પણ ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.બંને બહેનોએ સાથે મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી છે. હવે તેમને સાથે જ ડોક્ટર બનવાની ઈચ્છા છે. ક્રિનાએ છ ૧ અને ક્રિષ્નાએે એ ૨ ગ્રેડ મેળવ્યો છે.પરિણામથી બંને બહેનો ખુશ છે. બંને બહેનોએ સાથે મહેનત કરીને એક બીજાના સપોર્ટથી આજે સારું પરિણામ મેળવ્યું છે.

ક્રિના જાનીએ જણાવ્યું હતું કે અમે બંને બહેનો સાથે મહેનત કરતા હતા. ભણવામાં અમારો એકબીજાને ખૂબ જ સહયોગ રહ્યો છે.હું ભણવા બેસું ત્યારે મારી બહેન પણ મને જાેઈને ભણવા બેસતી અને તે ભણવા બેસે ત્યારે હું તેને જાેઈને ભણવા બેસતી હતી. હું મોટી થઈને ડોકટર બનવા ઈચ્છુ છું માટે મારી બહેનને સાથે જ ડોકટર બનાવવા માંગુ છું.અત્યારે કોવિડમાં ડોકટર જ બધાની મદદ કરી રહ્યા છે.તો મારી પણ ઈચ્છા છે કે હું પણ બધાની મદદ કરું.

ક્રિષ્ના જાનીએ જણાવ્યું હતું કે કોરોના હતો છતાં મહેનત કરતી હતી. આજે સારા માર્કસ મેળવ્યા છે તો સારું લાગે છે. માટે હવે ડોકટર બનવાની ઈચ્છા છે. કોરોના નહીં હોય તો પણ બીજા લોકોની મદદ કરવા માટે ડોકટર બનવું છે. હું અને મારી બહેન બંનેની ડોકટર બનવાની ઈચ્છા છે. ભવિષ્યમાં એ પાછી પડશે તો હું એને સપોર્ટ કરીશ અને હું પાછળ રહીશ તો મારી બહેન મને સપોર્ટ કરશે. અમે એકબીજાના સહકારથી જ આગળ વધવા માંગીએ છીએ.

ટિ્‌વન્સ બહેનોની માતા રૂપા જાની એ જણાવ્યું હતું કે મારી બંને દીકરીઓ ટોપ કર્યું છે. હું તેનાથી સંતુષ્ટ છું. બંનેને આમતો ભણવા માટે કહેવું પડતું નહોતું. બંને એકબીજાના સહકારથી ભણતા હતા.આજે પરિણામ સારું આવતા બંને બહેનો ખુશ છે. બંને આગળ જઈને શું બનવા ઈચ્છે છે તેમાં હું તેમને નહીં બોલું. તેઓ મેડિકલમાં જવા ઈચ્છે છે તો હું તેમને સપોર્ટ કરીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.