અમદાવાદની મહિલા RJ ના નામે ખોટું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવતા નવસારીનો શખ્સ ઝડપાયો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેર સાયબર ક્રાઈમમાં એક મહિલા રેડીયો જાેકી દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં અજાણ્યા ઈસમે ફેક આઈડી બનાવી તેનો મોબાઈલ ફોન નંબર મુકી દીધો હતો. જેના પગલે અજાણ્યા મોબાઈલ નંબરો પરથી મહિલા આરજે ને ફોન આવતા હતા. ફરીયાદ મળતા જ સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી હતી. અંતે નવસારીના અંકે શખ્સને ઝડપી લેવાયો હતો.
આ અંગેેની વિગત એવી છેક શહેરના રેડીયોમાં આર જે તરીકે નોકરી કરતી એક મહિલાના ફોન નંબર ઉપર છેલ્લા કેટલાંક સમયથી અજાણ્યા નંબર ઉપરથી ફોન આવતા હતા. પોતાના નંબર ઉપર વિચિત્ર વાતો કરતા ફોન આવતા મહિલા પરેશાન થઈ ગઈ હતી. અને છેેવટે સાયબર ક્રાઈમની ઓફિસે પહોંચી હતી. જ્યાં પોતાની આપવીતિ જણાવી ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદના પગલે તપાસ સાયબર ક્રાઈમના મહિલા એએસઆઈ પી.બી.શ્રીમાળને સોંપવામાં આવી હતી. જેમાં પીઆઈ બારડ પણ જાેડાયા હતા. તપાસ દરમ્યાન મોબાઈલ ફોન નંબરો તથા ઈન્સ્ટાગ્રામ આઈડી સહિતની વિગતો મેળવી તપાસ ચલાવતા છેડો નવસારી સુધી પહોંચ્યો હતોે. અને જીગર જ્યંતિ પટેલ (રહે.તળીયા મહોલ્લો, વિરાવળ, નવસારી) નામના ર૮ વર્ષીય શખ્સને ઝડપી લેવાયો હતો. જેની પૂછપરછ દરમ્યાન આરોપીએ ફેસબુકમાં ચેટીંગ કરી આર જે નો નંબર મેળવ્યો હતો. જેને ટ્રુ કોલરમાં તપાસ્યા બાદ નંબર છોકરીનો હોવાનું માલુમ પડ્યુ હતુ.
જેથી જીગરે તેને મિત્રતા કરવા વાૅટસએપ મેસેજ કર્યા હતા. જાે કે મહિલાએ તેનો નંબર બ્લોક કરી દેતા જીગરે ફેક ઇન્સ્ટાગ્રામ બનાવી તેમાં મોબાઈલ નંબર નાંખી દીધો હતો. દસમું ધોરણ ભણેલા જીગરે અન્ય લોકોને પણ આ નંબર પર કોલ કરવા મેસેજ કર્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.