અમદાવાદની સિવિલમાં કોવિડના ૧૩ વોર્ડ બંધ કરાયા
અમદાવાદ: કોરોનાને લઈને અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, સિવિલ હોસ્પિટલમાં ૭૩ ટકા બેડ ખાલી જાેવા મળી રહ્યા છે, તો કોવિડના ૧૩ વોર્ડ બંધ કરાયા છે, આ તરફ હોસ્પિટલમાં ક્રિટિકલ બેડ પણ ખાલીખમ જાેવા મળે છે જેને લઈને ડોક્ટરોએ રાહતનો શ્વાસ લીધો છે.
રાજ્યમાં કોરોના વાયરસની રફતાર ધીમે પડતી દેખાઈ રહી છે કોરોનાનો ગ્રાફ સતત નીચે જતો જાેવા મળે છે. કોરોનાની બીજી લહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત હાઈ પીક પર હતી અને કોરોનાનો ગ્રાફ પણ ઉંચે જતો હતો પરંતું હવે બીજી લહેર શાંત પડતા નવા કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જાે વાત ગુજરાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨ હજાર ૮૬૯ નવા કેસ નોંધાયા છે જ્યારે ૩૩ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૯ હજાર ૭૩૪ પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે ૯,૩૦૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
હવે કોરોનાની બીજી લહેર શાંત પડતી દેખાઈ રહી છે ત્યારે ત્રીજી લહેરની આશા પણ સેવવામાં આવી રહી છે કેન્દ્રના સ્વાથ્ય્ય મંત્રાલયે રાજ્યોને ત્રીજી લહેરનો સામનો કરવા આયોજન કરવા માટેના નિર્દેશો પણ આપી દીધા છે, મનાઈ રહ્યું છે કે ત્રીજી લહેર બાળકો માટે ઘાતક પૂર્વાર થઈ શકે છે એટલે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને અને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.