અમદાવાદની સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટરો હડતાલ ઉપર ઉતરી ગયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/Civil-Shahibaug1-scaled.jpg)
Files Photo
અમદાવાદ: કોરોનાનો કહેર જારી છે હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે તેવા સમયે જ અમદાવાદની સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટરો હડતાલ ઉપર ઉતરી ગયા છે
આ જુનિયર ડોકટરોનું કહેવું છે કે અમે કોરોના વોર્ડમાં પીપીઈ કીટ પહેરીને ૧૨-૧૨ કલાક સેવા બજાવીએ છીએ, આમ છતાં અમોને પીવા માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી સરકારે એમ કહ્યું હતું કે કોરોના વોર્ડમાં જે જુનિયર તબીબો ૩૦ દિવસથી વધુ દિવસ ફરજ બજાવે તો તેઓને ૨૫ હજાર વધારાનું મહેનતાણુ આપવામાં આવશે એ પણ આપવામાં આવતુ નથી
અમે અમારી ફરજ બજાવીએ છીએ એમ છતાં પણ તંત્ર દ્વારા અમારી કોઈ કાળજી રાખવામાં આવતી નથી ઃ આ સહિત અનેક કારણોથી જુનિયર ડોકટરો હડતાલ ઉપર ઉતરી ગયાનું જાણવા મળે છે.