અમદાવાદની સુપ્રસિધ્ધ જામા મસ્જીદમાં રમજાન ઈદની ધામધૂમથી ઉજવણી
(તમામ તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ) અમદાવાદ શહેરમાં આજે ઈદની નમાઝ પઢીને એકબીજાને મુબારક બાદી મુસ્લિમ બિરાદરોને આપી હતી.
મુસ્લિમ સમાજ દ્વારા તા. 3ને મંગળવારે ઇદ-ઉલ-ફિત્ર (રમઝાન ઇદ)ની કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવનાર છે. આ વખતે પવિત્ર રમઝાન માસના 30 રોઝા થયેલ છે. સતત ત્રીજા વર્ષે 30 રોઝા થતા મુસ્લિમ સમાજમાં રુહાની માહોલ સર્જાયો છે. રમઝાન ઇદને મનાવવા માટેની તમામ તૈયારીઓ મુસ્લીમ સમાજ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
સવારનાં શહેરની મસ્જીદોમાં ઇદ-ઉલ-ફિત્રની ખાસ નમાઝ મુસ્લિમ બિરાદરો અદા કરી પરસ્પર એકબીજા ગળે મળી ઇદની મુબારક બાદી પાઠવી હતી. આ પ્રસંગે મુસ્લીમ બિરાદરો દેશના વિકાસ તેમજ એકતા અને ભાઈચારા માટે ખાસ દુઆ માંગી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસની મહામારીના પગલે છેલ્લા બે વર્ષથી ઇદગાહમાં ઇદની નમાઝ અદા થઇ શકી ન હતી.
રમઝાન માસને અનુલક્ષીને શહેરની મસ્જીદોમાં રોશનીનો શણગાર કરવામાં આવેલ હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં રોઝેદારોએ રોઝા રાખી રમઝાન માસ દરમિયાન કઠોર તપશ્ચર્યા કરી છે. આજે અંતિમ 30મુ રોઝું મુસ્લીમ બિરાદરો દ્વારા રાખવામાં આવી રહ્યું છે.
સતત ત્રીજા વર્ષે રમઝાન માસના 30 રોઝા પૂર્ણ થતાં મુસ્લીમ બિરાદરોનો ધાર્મિક ઉત્સાહ બેવડાઇ જવા પામેલ છે. ઇદ-ઉલ-ફિત્રના તહેવારને મનાવવા માટે મુસ્લીમ બિરાદરો દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. મુસ્લીમ સમાજ દ્વારા કોમી એખલાસભર્યા વાતાવરણમાં રમજાન ઇદ મનાવવામાં આવનાર છે.