અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ થશે
અમદાવાદ, ગુજરાત રાજ્યમાં ધોરણ-૯થી ૧૨ના વર્ગો શરુ કરવાની મંજુરી આપવામાં આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરના સાત ઝોનમાં આવેલી વિવિધ શાળાઓમાં અત્યાર સુધીમાં ૩૦૨૮ વિદ્યાર્થીઓના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કર્યા છે.
આ પૈકી એક પણ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો નથી.દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૪૨૨ તથા ઉત્તર ઝોનમાં સૌથી ઓછા ૧૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતા શાળાઓને ધોરણ-૯થી ૧૨ના વર્ગો શરુ કરવાની મંજુરી આપવામાં આવતા
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખી અલગ અલગ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવાની શરૃઆત કરી હોવાનું મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ભાવિન સોલંકીએ કહ્યુ છે.