નીટ-૨૦૧૯ પરિણામ – અમદાવાદની હર્ષવી નયન જોબનપુત્ર ઓલ ઇન્ડિયા ફિમેલ રેન્કમાં ચોથા સ્થાને
એલેન કરિયર ઇન્સ્ટિટ્યૂટે ફરી વાગ્યો દેશભરમાં ડંકો
અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એનટીએ તરફથી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેસ ટેસ્ટ, નીટ-૨૦૧૯ના પરિણામ બુધવારે સત્તાવાર વેબસાઇટ એનટીએનીટ.એનઆઇસી.ઇન ઉપર જાહેર કરાયા છે. આ વખતે ૧૫ લાખથી વધારે વિદ્યાર્થીઓએ નીટ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. નીટની પરિક્ષા ૫ અને ૨૦ મેના રોજ યોજાઇ હતી. ૨૦ મેના રોજ નીટ-૨૦૧૯ની પરિક્ષા વાવાઝોડું ફનીથી પ્રભાવિત ઓરિસ્સાના પરિક્ષાર્થીઓ અને કર્ણાટકના વિદ્યાર્થીઓની માટે યોજાઇ હતી, જેમની ટ્રેન મોડેથી ઉપડી હતી. એનટીએ એ પહેલાં જ નીટ આંસર-કી ૨૦૧૯ ઇશ્યૂ કરી દીધી હતી અને તેની વિરુદ્ધ વાંધાઓ સ્વીકારવામાં આવ્યા છે તેમજ ફાઇનલ જવાબવહી જારી કરવામાં આવી છે.
પરિણામ જાહેર થતાની સાથે જ એલેન કરિયર ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં ખુશીનો માહોલ છવાયો અને ઢોલ ઢબુકવા લાગ્યા હતા. કારણ કે એલેન કરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ફરી એક વખત આ સૌથી મોટી પ્રવેશ પરિક્ષામાં શ્રેષ્ઠત્તા સિદ્ધિ કરીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. નીટ રિઝલ્ટમાં જયપુર એલેનના નલિન ખંડેલવાલે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો અમદાવાદની હર્ષવી નયન જોબનપુત્ર એ ઓળ ઇન્ડિયામાં ૧૮મું સ્થાન મેળવ્યું છે જે ગુજરાતની મહિલામાં રેન્ક પ્રથમ અને ઓલ ઇન્ડિયા ફિમેલમાં ચોથા સ્થાને રહી છે.
એલેન કરયિર ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું કે એનટીએના આંકડા મુજબ, નીટ ૨૦૧૯ પરિક્ષાની માટે કુલ ૧૫,૧૯,૩૭૫ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ૧૪,૧૦,૭૫૪ વિદ્યાર્થીઓ તમામ રાજ્યોમાં પરિક્ષા દરમિયાન હાજર રહ્યાં હતા. નોંધનિય છે કે, નીટ ૨૦૧૮ પરિક્ષામાં દેશભરમાં કુલ ૧૩ લાખ ૨૬ હજાર ૭૨૫ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ આંકડો વર્ષ ૨૦૧૭માં યોજાયેલી નીટ એક્ઝામની માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાની તુલનાએ ૧૬.૪૯ ટકા વધારે છે. નીટ ૨૦૧૮ની પરિક્ષામાં ૯૫.૭૧ ટકા વિદ્યાર્થી એટલે કે ૧૨ લાખ ૬૯ હજાર ૯૨૨ વિદ્યાર્થીઓ હાજર તેમજ ૫૬ હજાર ૮૦૩ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. કુલ ૭ લાખ ૧૬ હજાર ૭૨ વિદ્યાર્થીઓ તેમજ ૫ લાખ ૫૩ હજાર ૮૪૯ વિદ્યાર્થીનીઓએ પરિક્ષા આપી હતી. એક વિદ્યાર્થી ટ્રાન્સજેન્ડર હતું. આવી જ રીતે ૫૧૮ વિદેશી તેમજ ૧૬૫૧ એનઆરઆઇ વિદ્યાર્થીઓએ પણ નીટ એક્ઝામમાં ભાગ લીધો હતો.
ગત વર્ષે આટલું હતું કટઓફ
એલેન કરિયર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના હેડ સુમિત ગુપ્તાએ જણાવ્યું કે ગત વર્ષ ૨૦૧૮માં જનરલ કેટેગીરમાં નીટ કટઓપ ૬૯૧થી ૧૧૯ પોઇન્ટ સુધી ગયું હતું. જ્યારે એસસી-એસટી અને ઓબીસી ક્વોટામાં નીટ કરઓફ ૧૧૮થી ૯૬ પોઇન્ટ સુધી પહોંચ્યું હતું. આ કટઓફની અંદર પોઇન્ટ મેળવનાર વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ માટે લાયક જાહેર કરવામાં આવ્યા હતા. ગત વર્ષની અપેક્ષાએ કટઓફમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. ગત વર્ષ સામાન્ય વર્ગનું કટઓફ ૬૯૭થી ૧૩૧ની વચ્ચે રહ્યું હતું. એનટીએ જ દેશભરમાં નીટના પરિણામની જાહેરાત અને રેન્કની જાહેરાત કરી છે. ગત વર્ષ ૨૦૧૮માં કલ્પના કુમારી એ સમગ્ર ભારતમાં પ્રથમ રેન્ક હાંસલ કરી હતી.