અમદાવાદની હોસ્પીટલોમાં પથારીઓ ખૂટી
વાઈરલ ઈન્ફેશનના ચોંકાવનારા કેસોઃ ખાનગી હોસ્પીટલોમાં પણ દર્દીઓનો : ભારે ધસારો રોગચાળાનો વ્યાપ વધતા દર્દીઓને નીચે પથારી પાથરી સારવાર અપાઈ રહી છેઃરોગચાળાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ |
અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં સરેરાશ કરતાં વધારે વરસાદપડ્યો છે. પરંતુ સ્થાનિક તંત્રોની બેદરકારીને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રોગચાળાનો વ્યાપ દિવસેને દિવસે પ્રસરી ગયો છે. જેના પરિણામે આજે અમદાવાદ શહેરમાં ઘરે ઘરે તાવ, મેલેરીયા, ડેન્ગ્યુ સહિત પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કેસો જાવા મળી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે અમદાવાદ શહેરમાં આવેલી તમામ મ્યુનિસિપલ અને સરકારી હોસ્પીટલોમાં પથારીઓ પણ ખુટી પડી છે જેના પરિણામે દર્દીઓને નીચે ગાદલા પાથરીને સારવાર આપવામાં આવી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મચ્છરના બ્રિડીંગ શોધવામાં વ્યસ્ત છે ત્યારે બીજી બાજુ રોગચાળાનો વ્યાપ વધતા નાગરીકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે તો અસરગ્રસ્તોનો આંક વધુ હોવાની દહેશત સેવાઈ રહી છે. ખાનગી હોસ્પીટલોમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લેતા આમદાવાદીઓ માનતા હતા કે હવે વરસાદ નહીં આવે.પરંતુ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પ દિવસ સુધીમાં ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડશે તથા ર૬મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત તથા ર૭મી સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડે એવી આગાહી સાથે હવામાન વિભાગે નવરાત્રીમાં પણ વરસાદની શક્યતા દર્શાવી રહ્યા છે. શું વરસાદ બગાડશે નવરાત્રીની રંગત??
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમો છલકાઈ ઉઠ્યા છે. અરવલ્લી જીલ્લામાં આવેલ મેશ્વો ડેમ પણ ઓવરફલો થયાના સમાચાર છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર વરસાદની સિસ્ટમ બંધાઈ છે. વરસાદ બાદ શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધતા, પાણીજન્ય રોગચાળામાં માત્ર સપ્તાહમાં જ વધારો નોંધાયો છે. સમગ્ર શહેરમાં રોગચાળો વકરતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર દોડતું થયુ છે. મચ્છરોના બ્રિડીંગના સ્થળો સીલ કરી દંડ પણ વસુલ કરે છે. પરંતુ યોગ્ય કામગીરી નહીં થવાને અનેક ફરીયાદો છે.
નગરજનોનું કહેવું છે કે અગાઉના વર્ષોની માફક જ્યાં સુધી ઘેર ઘેર દવાનો છંટકાવ નહીં થાય, દવાની ગુણવત્તામાં સુધારો નહીં થાય ત્યાં સુધી તથા ઠેર ઠેર જાવા મળતી ગંદકી દૂર નહીં થાય ત્યાં સુધી મચ્છરોનો ઉપદ્રવ ઓછો નહીં થાય પણ વધશે તથા રોગચાળાને વકરતા વાર નહીં લાગે. માત્ર ત્રણ જ સપ્તાહમાં સરકારી હોસ્પીટલો તથા ખાનગી હોસ્પીટલો તથા દવાખાનાઓ દર્દીઓથી ભરચક જાવા મળે છે. ઘરે ઘરે માંદગીના બિછાના જાવા મળી રહ્યા છે.
સત્તાવાર આંકડા ઉપર નજર નાંખીએ તો માત્ર ત્રણ સપ્તાહમાં જ ૪૪૭ મેલેરીયા, ડેન્ગ્યુના ૪૦૦થી વધુ ચિકનગુનિયાના પ૦૦ થી વધુ ઝેરી મેલેરીયાના રર, ઝાડાઉલ્ટીના ૩પ૦, જ્યારે કમળાના પ૪૧ કેસો સરકારી દફતરે નોંધાયા છે. બિનસતાવાર આંકડા જણાવે છે કે મેલેરીયાના ૪૪૦ ં નહીં ૧૦૦૦થી વધુ કેસો છે. કારણ કે ખાનગી દવાખાના કે હોસ્પીટલમાં જતાં દર્દીઓની આમાં ગણતરી કરાતી નથી. મેલેરીયા, ટાઈફોઈડ, ચિકનગુનિયા કે ડેન્ગ્યુના દર્દીઓ આજે શહેરના દરેક વિસ્તારમાં જાવા મળે રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ યુધ્ધના ધોરણે મચ્છરોના વધતા ઉપદ્રવને સમયસર નહીં રોકે તો માંદગીની સંખ્યા વધી જાય એવી શક્યતા હોવાનું તબીબો માની રહ્યા છે.