અમદાવાદની ૧૭ વર્ષીય સગીરા સાથે પ્રેમ બાદ બળાત્કાર કરી રાજસ્થાન વેચી દીધી
અમદાવાદ: અમદાવાદના જુહાપુરાના શાહરૂખે પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર કર્યો હતો.બાદમાં છ લોકોએ રાજસ્થાનના મળતીયા સાથે મળી એક યુવકને વેચી દીધી હતી. જાેકે ભરૂચ લઈ જતા સગીરા યુવકની ચુંગાલમાંથી છૂટી ગઈ.
અમદાવાદ શહેરમાં રહેતી એક સગીરાને છ લોકોએ લાલચ આપી રાજસ્થાનના યુવકને વેચી દીધી હતી. રાજસ્થાનના આ યુવકે સગીરા સાથે લગ્ન પણ કરી લીધા અને શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. જાેકે રાજસ્થાનથી ભરૂચ આ સગીરાને લઈ જવાતા રસ્તામાંથી આ સગીરા યુવકની ચુંગાલમાંથી નાસી છૂટી હતા. જ્યારે પોલોસ સમક્ષ હાજર થઈ અને મેડિકલ તપાસ થઈ ત્યારે સગીરાને આઠ અઠવાડિયાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો.
અમદાવાદના જુહાપુરાના શાહરૂખને એક સગીરા સાથે ત્રણેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. શાહરૂખે તેના ઘરે બે મહિના પહેલા સગીરાને બોલાવી હતી. ત્યાં સગીરાને બોલાવી પ્રેમભરી વાતો કરી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જાેકે બાદમાં એક એવી ઘટના બની જેમાં સગીરા પોલીસ સમક્ષ હાજર થઈ. તે હાજર થતા પોલીસે તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું તો તેને આઠ અઠવાડિયાનો ગર્ભ નીકળ્યો. જેથી આ શાહરુખ સામે બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધી ધરપકડ કરાઈ.
સગીરા સાથે આ પહેલા એક એવી ઘટના બની જે સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી ગઇ. નરોડામાં રહેતી આ ૧૭ વર્ષીય સગીરાએ ધો. ૮ સુધી અભ્યાસ કર્યો છે. તેના જન્મ પહેલાં જ તેના પિતાનું અવસાન થયું હતું.
ગત તા. ૫મી ફેબ્રુઆરીના રોજ માયા અને સજ્જન, દિનેશભાઇ અને વર્ષાબહેન ઉર્ફે ચુચી બહેન અને કાદર ભાઈએ ભેગા મળી આ સગીરાને લાલચ આપી તેને વેચી દેવા માટે છત્રાલ થઈ ધાનેરા લઈ ગયા હતા. રાજસ્થાનના કરશન ઉર્ફે રાજુ મારફતે સુરેશ પુરોહિત નામના વ્યક્તિને પૈસા લઈ વેચી દીધી હતી.
બાદમાં સુરેશ પુરોહિતે આ સગીરાના કપાળમાં સેંથામાં સિંદૂર પુરી લગ્ન કર્યા હતા. તેના ઘરે રાખી અવાર-નવાર શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. ૧૩મી ફેબ્રુઆરીના રોજ આ સગીરાને સુરેશ રાજસ્થાનથી ભરૂચ લઈ જતો હતો. ત્યારે રામોલ ટોલનાકા પાસે આવતા જ આ સગીરાએ કુદરતી હાજતે જવાનું કહેતા તેને ગાડી ઉભી રાખવી સગીરાએ બુમાબુમ કરતા સુરેશ ત્યાંથી ભાગી ગયો હતો. સગીરા ગુમ થઈ હોવાથી તેની માતા અને બહેને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી.
રામોલ ટોલ ટેકસ પાસેથી સગીરાએ તેની બહેનને જાણ કરી હતી. બાદમાં તેને પોલીસ સ્ટેશન લવાઈ હતી. જ્યાં શહેર કોટડા પોલીસે સિવિલ હોસ્પિટલમાં આ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેને આઠ અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.
જેથી તેની પૂછપરછમાં સગીરાએ કહ્યું કે જુહાપુરાના શાહરુખ સાથે પ્રેમ સંબંધમાં બંધાયેલા સબંધથી આ ગર્ભ રહ્યો હોવાની હકીકત જણાવી.ગર્ભમાં રહેલું ભ્રુણ મરણ ગયું હોવાથી ડૉક્ટરોએ સગીરાની માતા અને બહેનની મંજૂરી મેળવી આ મેડિકલ સારવારથી આ ભ્રુણનો નિકાલ કર્યો. તો હવે આ બે પ્રકારની ઘટમાં સગીરા સાથે બનતા શહેર કોટડા અને સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી અપહરણ કરનાર આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે.