Western Times News

Gujarati News

અમદાવાદની ૩૦થી વધુ શાળાઓમાં શૈક્ષણિક કામગીરી અટવાઈ

પ્રતિકાત્મક

શાળાઓને તાળા વાગી જતા ધો. ૧૦ અને ૧૨ના માર્ક મુકવાની અને પરિણામ બનાવવાની પ્રક્રિયા અટવાઈ

અમદાવાદ, ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં રાજ્યભરમાં શાળા કોલેજાેમાં શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. શિક્ષકો દ્વારા ઓનલાઇન અભ્યાસની પ્રક્રિયા પણ શરૂ થઈ છે પરંતુ અમદાવાદની ૩૦થી વધુ શાળાઓમાં આ શૈક્ષણિક કામગીરી અટવાઈ છે. જેનું મુખ્ય કારણ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશનના અભાવે શાળાઓ સીલ કરવાની કરાયેલ કામગીરી.

શાળાઓને તાળા વાગી જતા ધોરણ૧૦ અને ધોરણ ૧૨ના માર્ક મુકવાની અને પરિણામ બનાવવાની પ્રક્રિયા અટવાઈ ગઈ છે. કોરોના મહામારીને કારણે ફરી એકવાર ઓનલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે. ૧૦૦ ટકા કર્મચારીઓ સાથે શાળાઓ કાર્યરત થઈ છે.

સાથે જ એકપણ બાળકને શાળા ખાતે ના બોલાવવા શિક્ષણ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે અને નવી સૂચના ના મળે ત્યાં સુધી ફરજીયાત ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનું કહેવાયું છે. જાેકે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ છતાં શહેરની ૩૦થી વધુ શાલાઓમાં વિવિધ પ્રકારની કામગીરી અટકી પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશનના અભાવે ૩૦થી વધુ શાળાઓ સીલ કરી દીધી છે.

નારણપુરાની સુમન વિદ્યાલયના સંચાલક હર્ષિતભાઈ પટેલ જણાવે છે કે, નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા શાળાઓમાં એડમિશનની પ્રોસેસ થતી હોય છે. આ ઉપરાંત ધોરણ૧૦ અને ધોરણ ૧૨ના માર્ક મુકવાની અને પરિણામ બનાવવાની પ્રક્રિયા થતી હોય છે તે અટવાઈ પડી છે. સાથે જ બાળકોને ઓનલાઇન અભ્યાસ કરવાની કામગીરી પણ અટવાઈ છે.

તો આ મામલે રાજ્યના આચાર્ય મંડળના મહામંત્રી વિષ્ણુભાઈ પટેલએ શાળાઓ ખોલવા પરવાનગી આપવા સરકારને રજુઆત કરવા જણાવ્યું છે. તો સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, જ્યાં સુધી બીયુ પરમિશનનો સવાલ છે તે ૧૯૮૪ પછી આવી તે પહેલાં બાંધકામ રજા ચિઠ્ઠી અમલમાં હતી. આ મામલામાં જાે મકાન માલિક બદલાતા જય કે ભાડુઆત બદલાતા જાય એટલે આ તકલીફ ઉભી થઈ છે.

તંત્રએ જે તેશાળાના માલિકને ૩ મહિના કે ૬ મહિનાનો સમય આપવો જાેઈએ અને અને માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નવી શાળાને મંજૂરી આપતા સમયે સ્ટેબિલિટી સર્ટિફિકેટ સ્ટ્રક્ચરલ એન્જીનીયર દ્વારા અપાયું હોય અને તે માન્ય રખાયું હોય તો કોર્પોરેશન એ એ સર્ટિફિકેટ માન્ય રાખવું જાેઈએ. હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં સીલ કરાયેલ હાલાઓ ખોલી નાખવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.