Western Times News

Gujarati News

અમદાવાદની ૪૮ ખાનગી સોસાયટીઓને રિ-ડેવલોપમેન્ટ માટે મંજુરી

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના શિવમ્‌ એપાર્ટમેન્ટ- ઓઢવ, સોનારીયા- બાપુનગર સહીતના જર્જરીત અને ભયજનક બિલ્ડીંગો તૂટી પડવાથી તેમજ નિર્દોષ નાગરીકોના મૃત્યુ થયા બાદ રાજય સરકારે જર્જરીત મકાનોના રીડેવલપમેન્ટ યોજના જાહેર કરી હતી.

રાજય સરકારની સદ્‌ર યોજનાને બહોળો પ્રતિસાદ મળી રહયો છે તેમજ ર૦ર૧ની સાલમાં જ ૩૬ સોસાયટીના રહીશોએ ડેવલપમેન્ટ માટે સમંતિ આપી છે જયારે શહેરમાં હાલ કુલ ૪૮ સોસાયટીઓના રીડેવલપમેન્ટ કામ ચાલી રહયા છે.

શહેરના જુના અને જર્જરીત મકાનો ધરાશયી થવાના કારણે નાગરીકો ઘર વિહોણા થઈ તેમજ કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થાય છે. આ પ્રકારની દુર્ઘટનાઓને ટાળવા માટે સરકારે રી ડેવલપમેન્ટ યોજના જાહેર કરી છે જેમાં શહેરની જર્જરીત અને ભયજનક સોસાયટીના રહીશોને વિના ખર્ચ નવા મકાનો મળી રહયા છે.

મ્યુનિ. ટાઉન પ્લાનીંગ કમીટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ શહેરના તમામ ઝોનમાં રીડેવલપમેન્ટ માટે મોટાપાયે ઈન્કવાયરી થઈ રહી છે હાલ ૪૮ સોસાયટીને રી ડેવલપમેન્ટ માટે પરવાનગી આપવામાં આવી છે. શહેરના મધ્યઝોનમાં ૦૧,

ઉ.પ.ઝોનમાં ૦૬, ઉત્તરઝોનમાં ૦૧, દ.પ. ઝોનમાં ૦ર, દક્ષિણ ઝોનમાં ૦૭ તેમજ પશ્ચિમ ઝોનમાં ૩૧ સોસાયટીના રી-ડેવલપમેન્ટ કામ ચાલી રહયા છે. વેજલપુરની સ્વામી વિવેકાનંદ સોસાયટીના ૧૭૬, જય સોનાર કો.ઓ.હા.સો. નવા વાડજના ૧પર, મોડર્ન ફલેટ પાલડીના ૧૩ર, મોનાપાર્ક- મેમનગરના ૧પ૮, ન્યુ ગુંજન સોસાયટી ઘાટલોડીયાના ર૦૦ મકાન

સહીત કુલ ૩રરપ રહેણાંક અને ૧૭૪ કોમર્શીયલ યુનિટના બાંધકામ માટે મનપા તરફથી પરવાનગી આપવામાં આવી છે. શહેરમાં ૪૮ સોસાયટીના રી ડેવલપમેન્ટ પૈકી ૩૬ સોસાયટીના રહીશોએ છેલ્લા એક વર્ષમાં જ સમંતિ આપી છે, જયારે ર૦ર૦માં ૦૮ અને ર૦૧૯માં બે સોસાયટી દ્વારા સંમતિ આપવામાં આવી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.