Western Times News

Gujarati News

અમદાવાદની ૭ હાઉસિંગ સોસાયટીનાં મકાનો ભયજનક જાહેર કરાયાં

અમદાવાદ: રાજ્યમાં હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ કરાયેલા મકાનોને એકવખત માલિકને સોપી દીધા પછી તેની મરામત-જાળવણીની જવાબદારી જે મકાન લાભાર્થીને ફાળવાયું હોય તેમની હોય છે. અમદાવાદમાં સોલા રોડ,વસ્ત્રાપુર સહિતના ૭ સોસાયટીઓના મકાનો ભયજનક હોવાથી તેને રિપેર કરાવવાની તાકીદ હાઉસિંગ બોર્ડે કરી છે. આમ છતાં કોઇ મકાન પડી જાય તો તેની જવાબદારી લાભાર્થીની રહેશે તેવી સ્પષ્ટતા પણ હાઉસિંગ બોર્ડે કરી છે. અમદાવાદમાં ૯ જેટલી હાઉસિંંગ બોર્ડની સોસાયટી રિડેવપલમેન્ટમાં જાય છે,પણ હજુ ફાઇનલ કરાર થયા ન હોવાથી આ સોસાયટીનો રહીશોને મકાન ખાલી કરવા પડે તેવી સ્થિતિ સર્જાય છે.

રાજ્યભરમાં હાઉસિંગ બોર્ડે મકાન બાંધીને લાભાર્થીને આપ્યા છે. મકાન લાભાર્થીને સોંપાય તે પછી હાઉસિંગ બોર્ડની કલમમાં જ જાેગવાઇ છે કે, મકાન રિપેરિંગની જવાબદારી લાભાર્થીની છે. આમ છતાં આ મકાન હજુ સુધી રિપેર થયા નથી. આથી અમદાવાદની ૭ સોસાયટીના મકાન ભયજનક હોવાથી ચોમાસા દરમિયાન કોઇ નુકસાન થાય તો તેની જવાબદારી હાઉસિંગ બોર્ડની રહેશે નહીં તેવી તાકીદ કરાય છે.

હાઉસિંગ બોર્ડે રાજય સરકારની રિડેવપલમેન્ટ પોલિસી હેઠળ મકાન પુનઃતૈયાર કરાવવાની અપીલ પણ લાભાર્થીઓને કરી છે,પણ ૯ સોસાયટીઓમાં હજુ વિવાદ હોવાથી આ સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જઇ શકતી નથી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ શાસ્ત્રીનગરના નિધિ એપાર્ટમેન્ટમાં ધડાકા સાથે ધાબાનો સ્લેબ તૂટી પડ્યો હતો. જાે કે કોઈ જાનહાનિ થઈ ન હતી. અગાઉ અહીં મકાન ભયજનક હોવાની નોટિસ મ્યુનિ.એ લગાવી હતી.

જે ૭ સોસાયટીના તમામ બ્લોક ભયજનક કરાયા છે તેમાં સોલા રોડ ૧૮૦ એચ.આઇ.જી.સુરમ્ય એપોર્ટમેન્ટ, ખોખરાની ૪૫૬ એલ.આઇ.જી. એકતા એપાર્ટમેન્ટ,સોલા રોડ ૧૯૫ એમ. આઇ.જી. અમર એપોર્ટમેન્ટ, સોલા રોડ ૨૪૦ એલ. આઇ. જી. ગણેશ એપોર્ટમેન્ટ, વાડજની ૯૧૨ એલ.આઇ.જી. હરિઓમ એપોર્ટમેન્ટ,સોલા રોડ ૨૮૮ એલ.આઇ.જી. શિવાલય એપાર્ટમેન્ટ, સોલા રોડ ૨૪૦ એલ.આઇ.જી.શ્રીનગર એપાર્ટમેન્ટ હાઉસિંગ બોર્ડની યાદી પ્રમાણે સોલા રોડ સુરમ્ય એપાર્ટમેન્ટ, સોલા રોડ અમર સોસાયટી, ર્નિમલ એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર આનંદ વિહાર, ખોખરા એકતા એપાર્ટમેન્ટ, વાડજ વિશ્રામ પાર્ક એપાર્ટમેન્ટ,વાડજ ઉત્સવ એપાર્ટમેન્ટ, નારણપુરાની ૮૪ એચ.આઇ.જી. નિધિ એપાર્ટમેન્ટ, સોલા રોડ સત્યમ એપાર્ટમેન્ટ એમ ૯ સોસાયટીઓ રિડેવલપમેન્ટ માટે તૈયાર છે, પણ હજુ ડેવલપર સાથે કરાર થયા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.