અમદાવાદની SVP હોસ્પિટલમાં ત્રીજા માળે આગ લાગી
અમદાવાદ, આજે શહેરની એસવીપી હોસ્પિટલમાં સમીસાંજે આગ ફાટી નીકળી હતી. જાણવા મળી રહ્યું છે કે એસવીપી હોસ્પિટલમાં ત્રીજા માળે આગ લાગી છે.
આઈસીયૂ વોર્ડમાં આગની ઘટના બનતા દર્દીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કાળઝાળ ગરમીમાં હાલ ચારેબાજુ આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે અમદાવાદની SVP હોસ્પિટલમાં આગની દુર્ઘટના બની હોવાની માહિતી મળી છે, જેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓનો જીવ અધ્ધર થઈ ગયો છે. Fire on third floor of the AMC-run SVP Hospital prompted the authorities to shift 20-odd patients on the ground floor. Fire is believed to have been caused by short circuit
હાલ આગની ઘટનાને કારણે હડકંપ મચી ગયો હતો. શોર્ટ સર્કિટના કારણે હોસ્પિટલમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. હાલ હોસ્પિટલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આજે શહેરની એસવીપી હોસ્પિટલમાં સમીસાંજે આગ ફાટી નીકળી હતી.
જાણવા મળી રહ્યું છે કે એસવીપી હોસ્પિટલમાં ત્રીજા માળે આગ લાગી છે. આઈસીયૂ વોર્ડમાં આગની ઘટના બનતા દર્દીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. છેલ્લે મળતી માહિતી પ્રમાણે, આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.