અમદાવાદનું બોપલ ફરી એક વાર કોરોના હોટસ્પોટ બન્યો
અમદાવાદ: મનપા દ્વારા જાહેર કરવામાં આવતાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારની યાદીમાં ગાલા આરયા સોસાયટીમાં કુલ ૨૬૦ ઘરના ૭૮૦ લોકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. તો છેલ્લા પાંચ દિવસમાં બોપલ વિસ્તારમાંથી ૩૦૪ ઘર અને ૯૪૭ લોકોને માઈક્રોકન્ટેન્ટ ઝોનમાં મૂકાયા છે.સાઉથ બોપલની સ્વાતિ ફ્લોરેન્સ સોસાયટીના બી બ્લોકના ૫, ૭ અને ૧૩માં માળ પર ૧૨ ઘરના ૪૭ લોકોને જ્યારે આરોહી ક્રેસ્ટના એસ બ્લોકના ૭માં ફ્લોરના ૪ ઘરના ૧૭ લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા.
ત્યાર બાદ ૧૮ માર્ચે પણ સ્વાતિ ફ્લોરેન્સના ૧ બ્લોકના ૩ અને ૪ નંબરના ફ્લોર પરના ૮ ઘરના ૩૧ લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. તેમજ ૧૯મી માર્ચે પણ સ્વાતિ ફ્લોરેન્સના ઈ બ્લોકના ૭માં ફ્લોર પરના ૪ ઘરના ૧૪ લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યાં હતા. જ્યારે ગાર્ડન રેસિડન્સીના ૨ના જી બ્લોકના બીજા માળ પર ૪ ઘરના ૧૭ લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. આમ ત્રણ દિવસમાં સ્વાતિ ફ્લોરેન્સના ૨૪ ઘરના ૯૨ લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા.
ગાલા આરિયાના છથી ઈ સુધીના બ્લોક માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનજ્યારે ૨૦ માર્ચના રોજ સાઉથ બોપલની ગાલા આરિયા સોસાયટીના બી બ્લોકના ૮માં માળના ૪ ઘરના ૧૩ લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. તેમજ ઓર્ચિડ પેરેડાઈઝના એ બ્લોકના ચોથા માળના ૪ ઘરના ૧૫ લોકોને માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે ૨૧મી માર્ચે ગાલા આરિયાના છથી લઈને ઈ સુધીના બ્લોકના કુલ ૨૬૦ ઘરના ૭૮૦ લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આમ ગાલા આરિયામાં બે દિવસમાં કુલ ૨૬૪ ઘરના ૭૯૩ લોકોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.અઠવાડિયામાં ૨૯ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતામહિનામાં દરરોજ ત્રણથી ચાર કેસ નોંધાતા હતા. માત્ર એટલું જ નહીં, પરંતુ અઠવાડિયામાં ૨૯ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા અને કુલ કેસ ૫૦થી વધુ હતા