Western Times News

Gujarati News

અમદાવાદનો પૂર્વ વિસ્તાર કોરોના એપી સેન્ટર બનવા તરફ અગ્રેસર

Files Photo

અમદાવાદ: અમદાવાદ શહેરમાં રેકોર્ડબ્રેક કોરોનાના કેસ આવી રહ્યા છે. આ સમયે લોકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઘરની બહાર કામ વગર ન નીકળે, પણ લોકો બહાર નીકળી પોતાની સાથે પરિવાર અને અન્ય લોકોને મુશ્કેલીમાં મૂકે છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં આટલા કેસ વધવા છતાં લોકો બેફીકર માસ્ક વગર ફરતા જાેવા મળી રહ્યા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિરથી છેક બાપુનગર ચાર રસ્તા પર સેંકડો લોકો બેફીકર ફરતા નજરે ચઢતા હતા. અહીં લોકો બેફામ બનીને ફરી રહ્યા હતા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને હવે આ કોરોનાનું નવું એપી સેન્ટર બને તો નવાઇ નહિ. હવે પોલીસ દ્વારા આ વિસ્તારમાં કડક અમલ કરવામાં આવે તો અનેક માનવ જિંદગીને બચાવી શકાય છે.

રખિયાલ વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી ગરીબનગર ચાર રસ્તા સુધી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જાેવા મળી રહ્યા છે. અહીં લોકોને કોરોનાની જાણે કોઈ ખબર જ નથી એમ જીવી રહ્યા છે. રસ્તા પર હજારો લોકો ફરી રહ્યા છે. એની સાથે ભાગ્યે જ કોઈ માસ્ક પહેરેલા દેખાય છે. અહીં પોલીસ સ્ટેશન માત્ર ૧૦૦ મીટર દૂર છે, જ્યાં આટલી મોટો સંખ્યામાં લોકો રસ્તા પર ફરી રહ્યા છે. હવે આ વિસ્તારમાં કોરોનાના કેસ એકદમ વધી શકે એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે અને સ્થાનિક પોલીસ આ બાબતે કેમ કાર્યવાહી કરતી નથી એ મોટો પ્રશ્ન છે.

અમદાવાદ શહેરમાં હવે કોરોનાના કેસ વધી રહ્યા છે. એટલું જ નહીં, અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે. અનેક લોકો ઘરના મોભી અને વહાલસોયાને ગુમાવી ચૂક્યા છે. ત્યારે પણ લોકો કોઈપણ પરવાહ કર્યા વગર ફરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.