અમદાવાદમાં અત્યાર સુધીમાં ૧ર શિક્ષકોને કોરોનાનો ચેપ લાગ્યો
સર્વેની કામગીરીમાં ચેપ લાગ્યો કોરોનાથી વધુ એક શિક્ષકનું મોત- ૧૩મી મેના રોજ શિક્ષકને દાખલ કરાયા અને ૧પમીએ મોત નિપજ્યું
અમદાવાદ, કોરોના હોટસ્પોટ એવા અમદાવાદ શહેરના વિવિધ વોર્ડમા સરવેની કામગીરી કરતાં શિક્ષકો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિ.ના સ્કૂલ બોર્ડના ૧ર જેટલા શિક્ષકોને કોરોનાનો ચેપ લાગ્યો છે પણ આઘાતજનક રીતે આજે કોરોના સંક્રમણથી સ્કૂલ બોર્ડના વધુ એક શિક્ષકનું મોત નિપજ્યું છે. સરખેજ વોર્ડમાં સરવેની કામગીરી દરમિયાન પપ વર્ષીય વિશ્વનાથ શ્રીપતિને કોરોનાનો ચેપ લાગ્યો હતો. પછી તેઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આમ, અત્યાર સુધી બે શિક્ષકોનો કોરોનાએ ભોગ લીધો છે.
સ્કૂલ બોર્ડના સભ્ય ઈલિયાશ કુરેશીએ જણાવ્યું હતું કે ઠક્કરનગરની હિન્દી શાળા નંબર ર ના શિક્ષક વિશ્વનાથ શ્રીપતિનું આજે સારવાર દરમિયાન કોરનાથી મોત નિપજ્યું છે. શિક્ષક શ્રિપતિને સરખેજ વોર્ડમાં સરવેની કામગીરી સોંપાઈ હતી તે દરમિયાન તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. પછી તેઓને તા. ૧૩મી મેના રોજ જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. સરખેજ વોર્ડમાં સરવેની કામગીરી દરમિયાન તેઓને હેન્ડ ગ્લોવ્ઝ કે માસ્ક પણ અપાયા ન હતા. જેથી ચેપ લાગ્યો હતો. અત્યાર સુધી ૧ર જેટલા શિક્ષકોને ચેપ લાગ્યો છે.
જ્યારે બે શિક્ષકોને ચેપ લાગ્યો છે. જ્યારે બે શિક્ષકોના કોરોનાથી મોત નિપજ્યા છે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લગધીર દેસાઈએ આરોપ ફગાવતાં જણાવ્યું હતું કે સરવેની કામગીરી કરનારા દરેક શિક્ષકોને માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ અને સેનેટાઈઝર અપાય છે. પ્રોટેક્શન વિના ફિલ્ડમાં ન જવાની સૂચના છે. અત્યાર સુધી ૯ શિક્ષકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આજે વધુ એક શિક્ષકનું કોરોનાથી મોત નિપજ્યું છે.