Western Times News

Gujarati News

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ બની રહ્યુ છે

સાઉથ બોપલ સહિત આસપાસના નવા વિસ્તારને ધ્યાનમાં રાખી આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનવા જઇ રહ્યું છે

અમદાવાદ, શહેર સ્પોટર્સ સિટી બનવા તરફ અગ્રેસર જાેવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ અને રાજય સરકાર ના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં રાજય સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં એક પછી એક આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ બની રહ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં એમા પણ સાઉથ બોપલ સહિત આસપાસના નવા વિસ્તારને ધ્યાન પર રાખી આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનવા જઇ રહ્યું છે.

સ્પોર્ટસ સાથે જાેડાયેલ લોકો માટે પ્રેક્ટીસ કરવા અને નવા એથ્લિટ તૈયાર કરવા આ મેદાન ઉપયોગી સાબિત થશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, AMC બાદ હવે ઔડા દ્વારા પણ સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્ષ બની રહ્યું છે. જેમ ૪૦૦ મીટર લંબાઇ વાળો રનિંગ ટ્રેક હશે. જેમા એથલેટિક રમત રમાશે. રૂ.૯.૬ કરોડના ખર્ચ તૈયાર થનાર સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ઔડા નિર્માણ કરી રહ્યું છે. પશ્ચિમ વિસ્તારમાં એમા પણ સાઉથ બોપલ સહિત આસપાસના નવા વિસ્તારને ધ્યાન પર રાખી આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનવા જઇ રહ્યું છે.

ઔડા દ્વારા ગોધાવી- મણિપુરમાં સ્પોટર્સ કોમ્પલેક્ષમાં હાઇજંપ, બાસ્કેટ બોલ, ફુટબોલ ગ્રાઉન્ડ, કબડ્ડી સહિતની એક્ટિવિટી ઉભી કરાશે. આ ઉપરાત ૫૦૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે . સ્પોર્ટસ સાથે જાેડાયેલ લોકો માટે પ્રેક્ટીસ કરવા અને નવા એથ્લિટ તૈયાર કરવા આ મેદાન ઉપયોગી સાબિત થશે.ઔડા દ્વારા ગોધાવી- મણિપુરમાં એક સ્પોટર્સ કોમ્પલેક્ષ બનવા જઈ રહ્યું છે, આ સિવાય આંતરરાષ્ટ્રીય કક્ષાનો રનિગ ટ્રેક પણ બનશે.

જેમાં ૨ કબડ્ડી કોર્ટ, ૨ બાસ્કેટ બોલ કોર્ટ, ફુટબોલ કોર્ટ, હાઇ જમ્પ, લોન્ચ જમ્પ, તથા ૫૦૦ માણસ બેસવાની ક્ષમતા હશે. રૂપિયા ૯.૬ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર થઇ રહ્યું છે. જૂલાઇ મહિનાના અંત સુધીમાં સ્પોર્ટસ કોમ્પલેશ તૈયાર થશે. જેના કારણે શહેરના નવા જાેડાયેલ વિસ્તારને લાભ મળશે. જાણવા મળી રહ્યું છે કે, આગામી ઓલ્મિપિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત આયોજન થઈ રહ્યું છે. શહેરમાં સ્પોર્ટસ એક્ટિવ માટે ઔડા અને એએમસી વધુ સજ્જ બન્યું છે. ભવિષ્યમાં એએમસી દ્વારા પણ રનિગ ટ્રેક તૈયાર કરાશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.