Western Times News

Gujarati News

અમદાવાદમાં આજે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ : દુનિયાના દેશોની નજર

અમદાવાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ભારત યાત્રા અને ખાસ કરીને અમદાવાદ યાત્રા ઉપર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. આ યાત્રા  શરૂ થઇ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની સોમવારની 24 ફેબ્રુ. 2020ની અમદાવાદ યાત્રાને ધ્યાનમાં લઇને તેમના સ્વાગત માટે અમદાવાદ શહેર સંપૂર્ણપણે નવા રંગરુપ સાથે સજ્જ છે.


આ ગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડોનાલ્ડ ટ્રમ્પ રોડ શો કરશે. સાથે સાથે અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સંયુક્તરીતે જનસભાને સંબોધશે. ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા મોટેરા સ્ટેડિયમ પર આયોજિત ભવ્ય નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી.

આ કાર્યક્રમમાં તમામ જુદા જુદા ક્ષેત્રની ટોચની હસ્તીઓ ભાગ લેનાર છે જેમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ, ટોપની સેલિબ્રિટીઓ, ટોપના કલાકારો, રમત-ગમત સાથે જાડાયેલી ટોપની હસ્તીઓનો સમાવેશ થાય છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે તમામ તૈયારીઓ થઇ ચુકી છે. કોઇપણ પ્રકારની ચુક ન રહે તે માટે અધિકારીઓ, સુરક્ષા સંસ્થાઓ અને અમેરિકાની સંસ્થાઓના લોકો પણ છેલ્લા કેટલાક દિવસથી લાગેલા છે. સાબરમતી આશ્રમના અધિકારીઓના કહેવા મુજબ ટ્રમ્પના આગમન બાદ તેઓ રોડ શોમાં ભાગ લેશે. મોદી અને ટ્રમ્પ મહાકાય રોડ શો કરનાર છે

જે દરમિયાન લાખો લોકો બંનેનું સ્વાગત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે રવાના થાય તે પહેલા વડાપ્રધાન મોદીએ વિડિયો શેયર કરીને કહ્યું છે કે, ગુજરાત અને ત્યાં રહેતા દેશના અન્ય હિસ્સાઓના લોકો ટ્રમ્પના પ્રવાસને લઇને અભૂતપૂર્વ ઉત્સાહિત છે. બીજી બાજુ ટ્રમ્પ પણ આ યાત્રાને લઇને ઉત્સાહિત છે. છેલ્લા કેટલાક દિવસમાં ટ્રમ્પે તેમની ભારત યાત્રાને લઇને વાત કરી છે. મોદીએ ટ્વિવટ  કરીને કહ્યું છે કે, ભારત ટ્રમ્પનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

આ સન્માનની બાબત છે કે, તેઓ આવતીકાલે અમારી સાથે રહેશે. શરૂઆત અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ સાથે થનાર છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટિવટ  કરીને માહિતી આપી છે અને લોકો ટ્રમ્પના પ્રવાસને લઇને ઉત્સુક છે. આ ઐતિહાસિક યાત્રા બની રહેનાર છે. ટ્રમ્પ સમગ્ર પરિવાર સાથે પહોંચી રહ્યા છે જેમાં તેમના પÂત્ન મેલેનિયા, પુત્રી ઇવાન્કા અને જમાઈ જરેડ કુશનર સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.