Western Times News

Gujarati News

અમદાવાદમાં આત્મહત્યાના ચાર બનાવ

રિવરફ્રંટ પરથી યુવકે નદીમાં ઝંપલાવ્યું  : નારોલમાં પરિણિતાની આત્મહત્યાથી ચકચાર

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓ અટકાવવા માટે સ્વૈચ્છિક  સંસ્થાઓ દ્વારા જનજાગૃતિના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે આ ઉપરાંત સાબરમતી રિવરફ્રંટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો છે જેના પરિણામે આત્મહત્યા કરવા આવતી કેટલીક વ્યકિતઓને બચાવી લેવામાં સફળતા પણ મળે છે આ સ્થિતિમાં અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ચાર ઘટનાઓ બનતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં માછલી સર્કલ પાસે ગૌતમ એપાર્ટમેન્ટમાં રહેતા પાયલબહેન હેમેન્દ્રપાલસિંહ ચુડાવતે અગમ્ય કારણોસર ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી પરિવારજનોએ આ અંગેની જાણ નરોડા પોલીસને કરતા પોલીસે પાયલબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આત્મહત્યાનું કારણ જાણવા માટે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે.

બીજા બનાવ રિવરફ્રંટ પર બન્યો હતો ક્રષ્ણનગર વિસ્તારમાં સૃષ્ટિપાર્કમાં રહેતા રાજેન્દ્ર ઉર્ફે મથુર વસા નામનો ર૮ વર્ષીય યુવાન ગઈકાલે બપોરના સમયે સુભાષબ્રિજ પાસે આવ્યો હતો અને રિવરફ્રંટ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું

આ અંગેની જાણ થતાં તરવૈયાઓની ટીમે તેને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી પરંતુ આખરે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવારના સભ્યોએ ભારે રોકકળ કરી મુકી હતી રિવરફ્રંટ ઈસ્ટ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

આત્મહત્યાનો ત્રીજા બનાવ કાલુપુર વિસ્તારમાં બન્યો હતો સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી જાગૃત પોળમાં રહેતા વિજયભાઈ ભઈલાલભાઈ નામના ૪૮ વર્ષના આધેડે અગમ્ય કારણોસર રાત્રિના સમયે પોતાના ઘરમાં જ ઝેરી દવા પીણું પી લીધી હતું પરિવારજનોને જાણ થતાં જ તેમને તાત્કાલિક એસવીપી હોસ્પિટલમાં   ખસેડયા હતાં પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું કાલુપુર પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે પરંતુ હજુ સુધી કારણ જાણવા મળ્યું નથી.

આત્મહત્યાનો ચોથો બનાવ શહેરના નારોલ વિસ્તારમાં બન્યો હતો જેમાં કુમાર ટેક્ષટાઈલ સામે આવેલા સત્યમનગર રો હાઉસમાં રહેતા તુલસીબેન શૈલેષભાઈ મારુ નામની ર૮ વર્ષીય મહિલાએ ગઈકાલે બપોરે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ ભારે રોકકળ કરી મુકી હતી.

આ અંગે નારોલ પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી અને તુલસીબેનના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મહિલાના આપઘાતની ઘટનાની સ્થાનિક નાગરિકોમાં ભારે અરેરાટી જાવા મળતી હતી નારોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનો તથા પાડોશીઓની પુછપરછ શરૂ કરી છે. ગંભીર એવી આ ઘટનાની તપાસ કે ડીવીઝનના મદદનીશ પોલીસ કમિશ્નર જાતે ચલાવી રહયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.