અમદાવાદમાં આ જગ્યાએ મળશે માત્ર રૂ. ૧૭૦માં ઉંધિયુ-જલેબી-પુરી-કચોરીની પ્લેટ
શાકભાજીના ભાવ વધતા ઉંધિયાના ભાવમાં ૩૦ ટકા સુધીનો વધારો-ગુણવતા સાથે ઓછો નફો અને મધ્યમ વર્ગને પોષાય એવો ભાવ એ સૌરાષ્ટ્ર ફરસાણનો મૂળમંત્રઃમિલન પંચાલ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, શું તમારે ચટાકેદાર ઉંધીયુ, જેલેબી, લીલવાની કચોરી, પુરી અને જેલેબી એકસાથે ખાવી છે અને ઉત્તરાયણમાં કામકાજનું કડાકૂટ કર્યા સિવાય પતંગ ચગાવવો છે. તો રાયપુર ચકલામાં આવેલ સૌરાષ્ટ્ર ફસ્સાણ એન્ડ સ્વીટ પાર્લર તેના માટે ઉતમ સ્થળ છે.
વર્ષોથી ખાડીયા-રાયપુર સહિત અમદાવાદના લોકોને ચટાકેદાર ઉંધીયુ ખવડાવતા મિલનભાઈ પંચાલનું કહેવુ છે કે આટલા વર્ષો પછી અમે સ્વાદના શોખીનો માટે નવુ નઝરાણુ લઈને આવ્યા છીએ. માત્ર રૂા.૧૭૦માં ઉંધીયુ, પાંચ પુરી, બેથી ત્રણ જેલેબી, ૩ નંગ લીલવાની કચોરી સાથેની પ્લેટ’ની શરૂઆત પ્રથમ વખત કરી છે.
લગભગ ૪૦૦થી પ૦૦ ગ્રામ સાથેની પ્લેટ ઉત્તરાયણમાં મોજ લાવી દેશે. પતંગ ચગાવતી વખતે ખાવાની કે કામકાજની ફિકર વિના મોજથી પતંગ ઉડાડી શકાય એ માટેથી પતંગ રસિયાઓ માટે તેની શરૂઆત કરાઈ છે. તો ઘરની ગૃહિણીઓ પણ મકરસંક્રાંતિની ઉજવણી ખાવાનું બનાવવાની ચિંતા કર્યા વિના કરી શકે એ હતુથી પ્લાસ્ટીકની પ્લેટ (હોટેલ-રેસ્ટોરન્સટમાં મળે છે એવી)માં આ બધુ પીરસવામાં આવશે.
જાે કે ઉંધીયામાં વપરાતા શાકભાજીના ભાવમાં ભડકો થવાને કારણે સ્વાદના શોખીનો માટે ઉંધિયાનો ચટકો આ વખતે થોડોક મોંઘો પડશે. ઉંધીયાના ભાવમાં અંદાજે ૩૦ ટકાનો વધારો થયો છે. લગભગ ૭૦ થી ૮૦ રૂપિયા ઉંધીયા પ્રતિ કિલો મોંઘુ થઈગયુ છે.
સૌરાષ્ટ્ર ફરસાણ વર્ષોથી મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને પોતાનો ધંધો -વ્યવસાય કરતુ આવ્યુ હોવાથી સિંગતેલમાંથી બનાવેલ ઉંધિયાનો ભાવ, પ્રતિકિલો રૂા.ર૮૦નો ભાવ રાખવામાં આવ્યો છે. તો સામે પક્ષે અનેક સ્થળોએે ઉંધિયાનો ભાવ રૂા.૩૦૦થી પણ વધારે છે. જ્યારે પામોલીન તેલમાં ઉંધીયુ બનાવનારા રૂા.૧૬૦ થી ૧૮૦ રૂપિયાની આસપાસ ભાવ રાખતા હોવાનું તેમણે જણાવ્યુ હતુ.
વેસ્ટર્ન ટાઈમ્સ સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર ફરસાણના મિલનભાઈ પંચાલે જણાવ્યુ હતુ કે અમારે ત્યાં શુધ્ધ ઘીમાં બનેલી જલેબી રૂા.૬૦૦ પ્રતિ કિલો તથા તેલમાં બનાવેલ જલેબી રૂા.ર૦૦ પ્રતિ કિલો મળે છે. તો ગરમાગરમ લીલવાની કચોરી પ્રતિ કિલો રૂા.૩૦૦ના ભાવથી મળશે.
તેલની જેલેબી ખાનાર એક વિશાળવર્ગ પણ છે. અમારે ત્યાં અંદાજેે રપ૦-૩૦૦ કિલો તેલમાંથી બનેલી જલેબીનું વેચાણ થાય છે. સૌરાષ્ટ્ર ફરસાણનું ઉંધીયુ ચટાકેદાર અને પ્રખ્યાત છે. તેથી આ વર્ષે ગાંધીનગર- નાના ચિલોડાથી હોલસેલ ઓર્ડર પણ મળ્યા છે. સૌરાષ્ટ્ર ફરસાણનુૃં ઉંધીયુ, જલેબી, લીલવાની કચેોરી તો પ્રખ્યાત છે પણ તેના બફવડા પણ ખાસ્સા એવા લોકપ્રિય છે.