Western Times News

Gujarati News

અમદાવાદમાં આ જગ્યાએ યોજાયા અનોખા લગ્ન, કચરાની બધી આઈટમોનું થયું રિસાઈકલિંગ

ફૂલોને ખાતર, અગરબત્તી, સૂકા હોળીના રંગનો પાઉડર તરીકે ઉપયોગ કરાયા હતા- રાંધવા પૂર્વેનું અને બચેલું ખાદ્ય ખાતર માટે ઉપયોગ કરાયું હતું. – બધી કાચની પ્રોડક્ટો પિગાળવામાં આવી હતી અને તેમાંથી ગ્લાસ ફરીથી ગ્લાસ બનાવવામાં આવ્યા હતા.

અઝાફ્રન પ્રીમિયમ ટેસ્ટ્સનાં સહ- સ્થાપક અને ડાયરેક્ટર અદિતિ વ્યાસે શૂન્ય કચરો, સેન્દ્રિય અને 100 ટકા સક્ષમ લગ્નનું આયોજન કર્યું

શ્રીમતી અદિતિ જે વ્યાસનાં લગ્નનો મુખ્ય હેતુ સક્ષમ અને શૂન્ય કચરો હતો

અમદાવાદ, લગ્નના રોમાંચ વચ્ચે આ સમારંભથી પર્યાવરણ પર કેટલી અસર પડે છે તેની મોટે ભાગે અવગણના થતી હોય છે. લગ્ન ખુશીનો સમય છે અને તેથી કચરો ફેંકીને અથવા ટનબંધ કચરો પેદા કરીને આ ઉજવણી બગાડવી નહીં જોઈએ.

ભારતની આંતરરાષ્ટ્રીય પ્રમાણિત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ ઉત્પાદન કંપનીમાંથી એક અઝાફ્રાન પ્રીમિયમ ટેસ્ટ્સનાં સહ- સ્થાપક અને ડાયરેક્ટર શ્રીમતી અદિતિ જે વ્યાસે ગયા મહિને શૂન્ય કચરો લગ્નનું આયોજન કર્યું હતું. ખાદ્યથી સૌંદર્ય પ્રસાધન સુધી અને હવે સક્ષમતા સુધી અદિતિ વ્યાસે લગ્ન કચરામુક્ત પાર પડે તેની ખાતરી રાખી હતી.

આ લગ્ન અમદાવાદના કૌસ્તુભ ફાર્મમાં થયાં હતાં અને તેનું આયોજન મેસર્સ ઝિયોન અનલિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પાછળનો મુખ્ય વિચાર એવાં સક્ષમ લગ્ન સંપન્ન કરવાનો હતો

જે કાર્બન ઉત્સર્જન દૂર કરવામાં મદદ કરી શકે (લાક્ષણિક રીતે ભારતીય લગ્નમાં મટીરિયલ અને તેના પરિવહનની દ્રષ્ટિએ 80થી 100 ટન કાર્બન ઊપજે છે). આની પાછળનું લક્ષ્ય બધા પ્રકારના કચરાના મટીરિયલ્સને ઓછા કરવાનું શૂન્ય કચરા માટે કાર્યરેખા નિર્માણ કરવાનું હતું, જેથી પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર પડે.

મોટે ભાગે ગ્રાઉન્ડ લાઈટિંગમાં સોલાર એલઈડી લાઈટ્સનો ઉપયોગ કરાયો હતો, જેને લઈ જનરેટરનું કાર્બન ઉત્સર્જન દેખીતી રીતે જ ઓછું થયું હતું.

ભોજનથી લઈને પ્રવેશદ્વાર સુધી આખું માળખું સ્થાનિક ઉગાડેલાં બાંબૂ અને શણના દોરડાથી બનાવવામાં આવ્યું હતું. આ માળખામાંથી પછી કચરારૂપે નીકળેલા બાંબૂ તેની અંદર સોલાર લાઈટ્સ સાથે ગ્રાઉન્ડ પ્રોપ્સ તરીકે ઉપયોગ કરવામાં આવ્યા હતા.

ડેકોરેશન માટે ઉપયોગ કરાયેલાં ફૂલોથી કટલેરી સુધી બધી કચરાની આઈટમોનું રિસાઈકલિંગ કરાયું હતું. રિસાઈકલ કરવામાં આવેલી કચરાની પ્રોડક્ટોની યાદી નીચે મુજબ છેઃ

·         ફૂલોને ખાતર, અગરબત્તી, સૂકા હોળીના રંગનો પાઉડર તરીકે ઉપયોગ કરાયા હતા.

·         રાંધવા પૂર્વેનું અને બચેલું ખાદ્ય ખાતર માટે ઉપયોગ કરાયું હતું.

·         મિક્સ પ્લાસ્ટિક (કાચા ખાદ્યનું પ્રથમ લેયરનું પેકેજિંગ, એમએલપી, અલગ અલગ આકારના કન્ટેઈનર, અલગ અલગ ખાદ્યના કાચા માલો માટે આકાર)નું પ્લાસ્ટિક શીટ્સમાં રિસાઈકલિંગ કરવામાં આવ્યું હતું.

·         પેપર નેપકિન્સ અને પેપર કાર્ટન્સ બ્રાઉન પેપર / બ્લીચ્ડ પેપરમાં રિસાઈકલ કરાયાં હતાં.

·         અરેકા ડિશીઝ, લાકડાંની ચમચીઓ, અન્ય બાયોડિગ્રેબલ કટલેરી બોઈલરમાં બાળીને ઈંધણમાં રિસાઈકલ કરાઈ હતી.

·         બધી કાચની પ્રોડક્ટો પિગાળવામાં આવી હતી અને તેમાંથી ગ્લાસ ફરીથી ગ્લાસ બનાવવામાં આવ્યા હતા.

અદિતિ જે વ્યાસ કહે છે, સક્ષમતાનાં મૂલ્યો લાગુ કરીને તમે ઊર્જા અને સંસાધનોનો ઉપભોગ શક્ય તેટલો ઓછો કરી શકો છો. કહેવાય છે કે લગ્ન સ્વર્ગમાં રચાય છે. તો તમારાં લગ્નએ પૃથ્વી પર કચરો શા માટે છોડવો જોઈએ? જીવનકાળમાં શૂન્ય કાર્બન ઉત્સર્જન જેવી ઉત્તમ શરૂઆત કોઈ હોઈ નહીં શકે. તો આગળ વધો અને લક્ઝુરિયસ શૂન્ય કચરો લગ્ન યોજો અને હરિત જીવનની દુનિયામાં પધારો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.