અમદાવાદમાં ઈંડાની લારીઓ જાહેરમાં લગાવવા પર પ્રતિબંધ
અમદાવાદ, જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ તો આ ર્નિણય જાણે જંગલની આગ બની ચુક્યો છે. એક પછી એક પાલિકાઓ ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે.
અનેક મહાનગર પાલિકાઓ બાદ હવે આખરે ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો ર્નિણય લેવાયો છે.
આજથી બદલાયેલા નિયમ મુજબ જાહેરમાં નોનવેજ ઢાંકીને વેચવું પડશે.
હાલમાં નોનવેજ અને આમલેટની લારી બંધ નહિ કરાવાય. પરંતુ જાહેરમાં નોનવેજ વેચતા લારી ધારકોને કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. તેઓ હવે નોનવેજ ઢાંકીને વેચી શકશે. આ ઉપરાંત જાહેરમાં લારી નહી લગાવી શકે. લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી પર હાઇજેનિક સ્થિતિ જાળવવી પડશે. પાલિકાના અધિકારીઓ રોડ રસ્તા પર લાગતી લારીઓનું સર્વે કરશે. બાદમાં મેયરની અધ્યક્ષતામાં બેઠક કર્યા બાદ ર્નિણય લેશે.
આ અંગે કોર્પોરેશન દ્વારા પ્લાનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવા અંગે હાલ તો ગુજરાતમાં રાજનીતિ પણ ગરમાઇ ચુકી છે. અનેક નેતાઓ આ અંગે નિવેદનો પણ આપી ચુક્યા છે.
નાગરિકે શું ખાવું શું નહી તેનો ર્નિણય સરકાર કઇ રીતે કરી શકે? વગેરે જેવા મુદ્દાઓ પર નિષ્ણાંતોમાં પણ મતમતાંતર જાેવા મળી રહ્યું છે.
જાે કે ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં જાહેરમાં નોનવેજ અને ઇંડાની લારીઓ પર જાહેરમાં ઉભા રહેવા પર પ્રતિબંધ લગાવાઇ રહ્યો છે તે વાસ્તવિકતા છે. એક પછી એક પાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ધડાધડ આ ર્નિણયને લાગુ પણ કરી રહી છે.SSS