અમદાવાદમાં એક માસમાં ૬૫ કરોડ રૂપિયાના મોબાઈલ વેચાયા
અભ્યાસ ઓનલાઈન થઈ જતાં મોબાઈલ-ટેબલેટની ભારે માગ -ટેબલેટના વેચાણમાં પણ ૨૦૦ ટકાનો ઉછાળો
અમદાવાદ, કોરોના મહામારીના પગલે રાજ્યમાં સ્કૂલો અને કાલેજામાં હાલ ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જેના પગલે મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટાપ અને ટેબલેટના માર્કેટમાં એકાએક તેજી જાવા મળી રહી છે. મોબાઈલ અને ટેબલેટના વેચાણમાં એકાએક વધારો જાવા મળી રહ્યો છે. જા અમદાવાદની જ વાત કરીએ તો, શહેરમાં છેલ્લા એક મહિનામાં જ ૬૫ કરોડ રૂપિયાના મોબાઈલ વેચાયા છે. આ ઉપરાંત ટેબલેટના વેચાણમાં પણ ૨૦૦ ટકાનો ઉછાળો જાવા મળી રહ્યો છે.
આ અંગે ઓલ ઈન્ડિયાન મોબાઈલ રિટેઈલ એસોસિએશન-ગુજરાતના પ્રમુખે જણાવ્યું કે, સરકારના આદેશ બાદ સ્કૂલો તરફથી ઓનલાઈન અભ્યાસ શરૂ કરવામાં આવતા છેલ્લા કેટલાક દિવસોથી ટેબલેટની માંગ વધી છે. અગાઉ માત્ર ૨ થી ૪ ટકા જ વેચાણ થતુ હતું. જા કે, હાલના દિવસોમાં ૨૦૦ ટકાનું વેચાણ થઈ રહ્યું છે. ઓનલાઈન શિક્ષણને પગલે રોજિંદા ૬૦ થી ૭૦ લાખ ટેબ્લેટ વેચાઈ રહ્યાં છે.
આ ઉપરાંત મોબાઈલનું માર્કેટ પણ ઉચકાયું છે. અગાઉ સામાન્ય દિવસોમાં મોબાઈલ માર્કેટનું ટર્નઓવર મહિને ૪૦ કરોડ રૂપિયાનું હતું. જે ઓનલાઈન શિક્ષણ શરૂ થતાં જ ૬૫ કરોડ ઉપર પહોંચ્યું છે. જણાવી દઈએ કે, કોરોના મહામારીના પગલે તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારે સ્કૂલોને ઓનલાઈન અભ્યાસ કરવા જણાવ્યું છે. જેના પગલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી રાજ્યની શાળાઓએ ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દીધું છે.