અમદાવાદમાં એર પોલ્યુશન ચરણ સીમાએ
સ્માર્ટસિટી અમદાવાદમાં એર પોલ્યુશનની સમસ્યા ગંભીર બની રહી છે. દિલ્હી માં જ્યારે આ સમસ્યા વકરી રહી હતી તે સમયે અમદાવાદ ના આત્મ મુગ્ધ કમિશનર તેમના સ્વભાવ મુજબ સોશ્યલ મીડિયા પર મોટા દાવા કરી રહયા હતા. તેમજ એર પોલ્યુશન મામલે અમદાવાદ સલામત હોવાની ગુલબંગો હાંકી રહયા હતા. દિવાળી સમયે થયેલ વરસાદ અને વાવાઝોડાની અસર ના કારણે તે સમયે હવા પ્રદૂષણ નિયંત્રણ માં રહ્યું હતું. અન્યથા અમદાવાદની હાલત દિલ્હી જેવી જ થઈ હોત તેમ માનવામાં આવી રહ્યું છે.
પિરાણાના કચરામાં ગેસ ઉતપન્ન થઈને વારંવાર આગ લાગે છે જેના ધુમાડાના કારણે પ્રદુષણની માત્રા વધી રહી છે. આ ઉપરાંત નારોલ અને ઓદ્યોગીક વિસ્તારોમાં ચીમની વાટે ધુમાડો નિકળે છે જે પ્રદુષણ ફેલાવે છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાંક દિવસથી પ્રદુષણની માત્રા ભયજનક સ્તરે પહોંચી ગઈ છે. તેવી જ રીતે અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં પ્રદુષણ ભયજનક સપાટી નજીક છે.