Western Times News

Gujarati News

અમદાવાદમાં ઓનલાઈન ઠગાઈ કરતા ઠગ વધુ બેફામ બન્યા

અમદાવાદ: કોરોના મહામારીમાં લોકડાઉન બાદ અનલાૅક-૧.૦ અને ૨.૦ જાહેર થયા બાદ સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો જાેવા મળી રહ્યો છે. અનેક લોકો સાયબર ક્રિમિનલોની જાળમાં ફસાતા લાખો રૂપિયા ખોઈને બેઠા છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા ત્રણેક માસમાં ૧૦૦થી વધુ ફરિયાદ બાદ હવે વધુ પાંચેક ફરિયાદ નોંધાઈ છે.

આ કિસ્સાઓ જાણીને પ્રત્યેક વ્યક્તિએ સાવધાની રાખવાની સમજ કેળવવી જાેઈએ. ઓનલાઇન ઠગાઈ કરતા ઠગો જાણે હેપામ બન્યા હોય તેમ દિનપ્રતિદિન ઘટનાઓ વધી રહી છે ત્યારે સાયબર ક્રાઈમ સામે જાગૃતિ કેળવવા માટે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા પણ કેટલીક સલાહ આપવામાં આવી છે. શહેરમાં સાયબર ક્રાઇમની નોંધાયેલી ફરિયાદોની વિગતવાર વાત કરીએ તો મેઘાણીનગર માં રહેતા અરવિંદભાઈ ચૌહાણ નરોડા ખાતે ઓફિસે હાજર હતા. ત્યારે એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેઓને ફોન કરનારે ઓએલએક્સ પર તેઓને ફોન લાગ્યો છે તેમ કહી જાળમાં ફસાવ્યા હતા. બાદમાં આ ગઠિયાએ ૧૪ હજાર સેરવી લેતા તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જ્યારે મેઘાણીનગર માં રહેતા મુકેશ પ્રજાપતિને એક પુરૂષ અને એક સ્ત્રીનો ફોન આવ્યો હતો. તેઓએ મુકેશભાઈને એર ઈન્ડિયામાં એકાઉન્ટન્ટની નોકરી આપવાની લાલચ આપી હતી. બાદમાં રજિસ્ટ્રેશન ફી ના નામે તેઓની પાસેથી ૧૩ હજાર પડાવી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. કૃષ્ણનગરમાં રહેતા ૪૯ વર્ષીય હિતેશભાઈ શાહ વેપાર કરે છે. તેઓને અજાણ્યા વ્યક્તિએ કવિક સપોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ટેબલેટ પરત મળશે તેમ કહી તેમના ૫૮ હજાર ખંખેરી લેતા કૃષ્ણનગરમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ટ્રાફિક વિભાગમાં માનદ સેવા આપતા વૃદ્ધનું એટીએમ બ્લોક કરવાનું કહી ઠગાબાજાેએ ૨૪ હજાર ઉપાડી લેતા તેઓએ એરપોર્ટ પોલીસને ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે વેપારીને પેટીએમનું કેવાયસી અપડેટ કરવાનું કહી ગઠિયાઓએ ૧.૨૮ લાખ ઉપાડી લેતા નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

આટલું જ નહીં પણ ફોન પેના નામે ૨૭ હજાર ચાઉં કરી લેનાર સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે ઓએટીએમ કેવાયસી કરવાના ૧૬ હજારની છેતરપીંડીની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ તમામ બાબતો પાછળ ઠગાઈનો ભોગ બનેલા લોકોની લન નિષ્કાળજી છતી થઈ રહી છે.

અવાર નવાર સાયબર ક્રાઇમના અધિકારીઓ કહે છે કે ક્યારેય કોઈને પોતાની બેંકની વિગતો આપવી નહીં, બેન્ક ક્યારેય કોઈને કોલ કરતી નથી અને જાે આવા ફોન આવે તો વિગતો આપ્યા વગર સીધું બેંકમાં અધિકારીઓને મળવાનો આગ્રહ રાખવો જાેઈએ. ગુગલ પર કોઈપણ બેન્કના કસ્ટમર કેરનો નમ્બર પણ શોધવો નહિ. કારણકે જ્યારે ગૂગલ પર સર્ચ કરવામાં આવે છે ત્યારે પહેલો નંબર આવે છે તે ઠગાબાજાેએ સર્ચ એન્જીન ઓપટીમાઇઝેશન થકી ગોઠવેલો તેમનો નંબર હોય છે. જેથી ઠગબાજાેની આ એક ચાલ પર નજર રાખી લોકોએ સાવધાન રહેવું જાેઈએ તેવું સાયબર ક્રાઇમના અધિકારીઓ અપીલ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.