અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ: દર્દી રાણીપ વિસ્તારનો રહેવાસી
અમદાવાદ, વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન વાઇરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ જામનગર, રાજકોટ બાદ અમદાવાદ ખાતે શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.
અમદાવાદનાં રાણીપ વિસ્તારના એક વ્યક્તિને કોરોના સંક્રમિત થયા બાદ આમદવાદની સિવિલ હોપિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેને ઓમિક્રોન પોઝિટિવ હોવાની શક્યતા જાેવા મળી રહી છે. ત્યારે આ દર્દીના જીનોમ સિક્વન્સ ટેસ્ટિંગ માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. આ અંગેની માહિતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટએ આપી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કર્ણાટક ખાતે નવા વેરિયન્ટ ઓમિક્રોનના બે કેસ મળી આવ્યા છે. કર્ણાટકની ૬૬ વર્ષ અને ૪૬ વર્ષની બે વ્યક્તિઓમાં ઓમિક્રોન વાઇરસ મળી આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. જામનગરના મોરકંડા ગામ ખાતે ગતરોજ બુધવારે આફ્રિકાથી આવેલી વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવી હતી. જે ઓમિક્રોન પોઝિટિવ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પીટલમાંથી આ ઓમિક્રોન શંકાસ્પદ વ્યક્તિના નમૂના વધુ તપાસ માટે પૂણેની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ આ વ્યક્તિને આઇશોલેશનમા રાખવામા આવી છે.HS