Western Times News

Gujarati News

અમદાવાદમાં કોરોનાના પગલે અનેક હોલના બુકિંગ રદ, લગ્ન પ્રસંગો અટવાયા

પ્રતિકાત્મક

અમદાવાદ: કોરોના વાઇરસને લઈ રાજ્ય સરકારે ૨૯ માર્ચ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા અને કોલેજો બંધ રાખવા તેમજ જાહેર મેળાવડા ન યોજવા અપીલ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિ. હોલ અને પાર્ટીપ્લોટ, ટાઉન હોલ અને ટાગોર હોલના બુકિંગ રદ કરી દીધાં છે. જેના પગલે અનેક લોકોના લગ્ન પ્રસંગો અટવાઈ પડ્‌યા છે. ૧૬ માર્ચથી ૨૯ માર્ચ સુધી હોલ, પિકનિક હાઉસ, પાર્ટીપ્લોટ બુકિંગ કરાવનારા લોકોને ૧૦૦ ટકા રિફંડ આપવામાં આવશે.

કોરોના વાઇરસના અગમચેતીના ભાગરૂપે સરકારે કરેલા નિર્ણય બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ મ્યુનિ. પાર્ટી પ્લોટ, હોલ , ટાઉન હોલ અને ટાગોર હોલમાં યોજાનારા કાર્યક્રમોના બુકિંગને રદ કરી દીધાં છે. શહેરના ૨૫થી વધુ મ્યુનિ હોલ. પાર્ટી પ્લોટમાં આજે નોટિસ લગાવવામાં આવશે. જેને પણ બુકિંગ કર્યા છે તે લોકોને ઝોનલ ઓફિસથી ૧૦૦ ટકા રિફંડ મળી જશે. જો કે બુકીંગો રદ થતાં અનેક અમદાવાદીઓના લગ્ન પ્રસંગ અટવાઈ પડ્‌યા છે અને સમારંભો રદ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.