અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું

અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે અમદાવાદમાં પોઝિટિવ કેસો ઘટી રહ્યાં છે. જુલાઈ મહિનામાં ૪ દિવસ ૨૦૦થી નીચે કોરોનાના નવા કેસો નોંધાયા છે. સોમવારે પણ અમદાવાદમાં કોરોનાના ૧૮૩ નવા કેસો સામે આવ્યા હતા. આ દરમિયાન વધુ ૭ લોકોને કોરોના ભરખી ગયો છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં અત્યાર સુધી મળેલા કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૨ હજારને પાર પહોંચી ચૂકી છે.
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટેÂસ્ટંગની સંખ્યા વધારી દેવામાં આવી છે. આમ છતાં કેસો સતત ઘટી રહ્યાં છે. જુલાઈ મહિનાના પ્રથમ ૬ દિવસોમાંથી ૪ દિવસ કોરોનાના નવા કેસો ૨૦૦થી નીચે રહ્યાં છે. આ સાથે જ શહેરમાં મૃત્યુઆંક પણ ઘટ્યો છે.
અમદાવાદમાં સોમવારે નવા સામે આવેલા ૧૮૩ કેસોમાંથી ૧૬૮ કેસ શહેરમાંથી મળી આવ્યા છે, જ્યારે અન્ય ૧૫ કેસ જિલ્લામાંથી નોંધાયા છે. અગાઉ રવિવારે પણ અમદાવાદમાં કોરોનાના નવા ૧૭૭ કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યારે એ દિવસે વધુ ૮ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
જા ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં અનલાકના બીજા તબક્કામાં પણ દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. સોમવારે છેલ્લા ૨૪ કલાકમાં ૭૩૫ નવા કેસો સામે આવ્યા હતા, જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ સતત ત્રીજો દિવસ છે, જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા ૭૦૦થી વધુ રહ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૩૬૮૫૮ પર પહોંચી ચૂકી છે.
ગુજરાતમાં સોમવારે સામે આવેલા નવા ૭૩૫ કેસોમાં સૌથી વધુ સુરતમાં ૨૦૧ કેસ નોંધાયા છે. સુરત શહેર અને જિલ્લાના થઈને કુલ ૨૪૧ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સતત ત્રીજા દિવસે સુરતમાં નવા કોરોના સંક્રમિતોની સંખ્યા અમદાવાદ કરતા વધારે નોંધાઈ છે.