અમદાવાદમાં કોરોના ટેસ્ટીંગ ડોમ ઉપર લાંબી લાઈનો લાગી

File
(એજન્સી) અમદાવાદ, અત્યારે કોરોના ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ ૧૦ હજારથી વધુ કેસ આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને કોરોનાનીગાઈડલાઈનનું પાલન કરવા જણાવાઈ રહ્યું છે. જાેકે તહેવારની ઉજવણીમાં લોકો આવીગાઈડલાઈનના ધજાગરા ઉડાયા હતા.
જેના કારણે આગામી દિવસોમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવવાની સંભાવના છે. અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારના બીજા દિવસથી કોરોના ટેસ્ટિંગ ડોમ પર લાઈનો લાગી હતી. આખો દિવસ ટેસ્ટિંગ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. જેથી કોરોનાના કેસમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
લોકો એમ કહી રહ્યા છે કે અત્યારે રાજ્યમાં કોલ્ડ વેવ ચાલી રહ્યો છે અને આવામાં વહેલી સવારથી જલોકો ધાબા પર પતંગ ચગાવવા પહોંચી જતા હોવાથી શરદી અને ઉધરસના કેસ વધી રહ્યા છે, પણ આ લક્ષણોને હળવાશથી લેવા જાેઇએ નહીં.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત બેદિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેમજ અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ બે દિવસથીઘટી રહ્યા છે. જેના પગલે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં સતતઘટાડો નોંધાયો છે.
જેમાં ૧૫ જાન્યુઆરીએ શહેરમાં વધુ ૧૪ વિસ્તારોનેમાઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.જ્યારે ૨૨ વિસ્તારોનેમાઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. આ સાથે અમદાવાદમાં માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૧૬૫થી ઘટી ૧૫૭ થઈ છે.