અમદાવાદમાં કોરોના બાદ ફરી ટ્રાફિકે ઇ-મેમો શરૂ કર્યા

અમદાવાદ, અમદાવાદીઓ જાે હવે ટ્રાફિકના નિયમનો ભંગ કરતા હોવતો ચેતી જજાે, કારણ કે ટ્રાફિક પોલીસે ફરી એક વખત ઇ-મેમો આપવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો એક મહિનામાં પોલીસે સ્ટોપ લાઈનભંગ કરતા ૪૩ હજારથી વધુ લોકોને ઇ-મેમો ઇશ્યું કર્યા છે.
કોરોનાના કહેર દરમિયાન લોકો ટ્રાફિક નિયમનને લઈને જાણે કે બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે. જાે કે હવે આવા વાહન ચાલકો એ ચેતી જવાની જરૂર છે. જાે તમે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો આપના ઘરે ઇ- મેમો આવી શકે છે. ટ્રાફિક વિભાગે ફરી થી લોકોને પડતા પર પાટુ આપ્યું હોય તેમ ૨જી મે થી ૨૮ મી મે સુધીમાં ૪૩૬૮૧ વાહન ચાલકો ને ૨ કરોડ ૮૩ લાખ ૯૯ હજારની રકમના ઇ-મેમો આપ્યા છે.
જાે કે હાલમાં મોટાભાગે સ્ટોપ લાઈન ક્રોસ કરતા લોકોના જ મેમો ઈશ્યું થઈ રહ્યા છે. પરંતુ પોલીસે રોંગ સાઈડ આવતા ૮૫ વાહન ચાલકો ને ૪૩ હજારની રકમના ઇ-મેમો આપ્યા છે. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ ૨૭ જંક્શન પર ઇ-મેમો ઈશ્યું કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જાે કે આ સિવાય પણ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમ નો ભંગ કરનાર પાસેથી સ્થળ દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. અને આગામી દિવસો માં ટ્રાફિકના નિયમનું કડકપણે અમલ કરાવવામાં આવશે.