Western Times News

Gujarati News

અમદાવાદમાં કોલેરાનો કહેરઃ ૫૯ કેસ નોંધાયા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદના નાગરીકોને કોરોનાથી માંડ હળવાશ મળી છે ત્યારે મચ્છર અને પાણીજન્ય રોગ ચાળાએ માથુ ઉચક્યુ છે. શહેરમાં જીવલેણ માનવામાં આવતા કોલેરા અન ે કમળાના કેસમાં ચિંતા જનક હદે વધારો થયો છે. જેના કારણે નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે પાણીજન્ય રોગ ચાળાના વધારા માટે દુષિત પાણી અને ખુલ્લે આમ વેંચાણ થતા બિનઆરોગ્યપ્રદ આહારને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. ચોકાવનારી બાબત એ છે કે ૨૦૨૦માં કોલેરાના એકપણ કેસ કન્ફર્મ થયા ન હતા જેના સામે ૨૦૨૧માં કોલેરા કાળોકેર વર્તાવી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. જેમાં ઝાડાઉલ્ટી, કમળા અને ટાઇફોઇડના કેસોમાં ગત વર્ષે જુલાઈ માસમાં થયેલા કેસ કરતા ૨૦૨૧માં ૧૭ જુલાઈ સુધીના કેસ મોટી સઁખ્યામાં વધ્યા છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં પણ સામાન્ય વધારો જાેવા મળ્યો છે. અમદાવાદમાં પાણીજન્ય રોગો એવા કોલેરા, ઝાડા ઉલ્ટી, કમળાના કેસ, ટાયફોડના કેસો વધુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સામે આવ્યા છે. જેમાં દરિયાપુર, બહેરામપુરા, રખિયાલ અને ગોમતીપુરમાં કમળાના કેસો નોધાયા છે.

આ વિસ્તારોમાં સાફ સફાઈની અને પોલ્યુશનની પણ કેટલીક ફરિયાદો આવી રહી છે. ૨૦૨૧માં ૧૭ જુલાઈ સુધી ઝાડાઉલટીના ૧૬૮૭ કમળાના ૫૧૦, ટાયફોઈડના ૮૮૨ અને કોલેરાના ૫૯ કેસ નોંધાયા છે. જ્યારે ચાલુ મહિનામાં ઝાડાઉલટીના ૩૯૧ કમળાના ૮૬, ટાયફોઈડના ૮૦ અને કોલેરાના શુન્ય કેસ નોંધાયા છે. નોંધનીય બાબતએ છે કે ૨૦૨૦ના સમગ્ર વર્ષ દરમિયના ઝાડાઉલટીના ૨૦૭૨, કમળાના ૬૬૪ ટાઈફોઈડના ૧૩૩૮ અને કોલેરાના શુન્ય કેસ નોંધાયા હતા આમ, ગત વર્ષની સરખામણીમાં કોલેરાના કેસમાં ૬૦ ગણો વધારો થયો છે.

મચ્છરજન્ય રોગોમાં ચાલુ વર્ષે જુલાઈ માસ દરમિયાન આજ દિન સુધી સાદા મેલેરિયા ૪૦ કેસો, ઝેરી મેલેરિયાના ૦૩, ડેન્ગ્યુના ૨૪ અને ચિકનગુનિયાના ૭ કેસો નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટીટ્યુટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે. આ એકમોને સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે.

કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે કે બિન જરૂરિયાત પાણી ન ભરાવા દે તે માટે પણ ધ્યાન આપવામાં આવે ખાસ કરીને બેજમેંટમાં પાણી ભરાય છે તે યોગ્ય રીતે નિકાલ કરે જેથી આવી જગ્યાઓ પર મચ્છર બ્રિડિંગના મૂકે. પાણીની ટાંકી ફિટ બંધ કરે જરૂરિયાતના હોય તો પાણી ભરીનેના રાખે તેવી પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરાયા હતા

જેમાં જે પણ જગ્યાઓ પર મચ્છરના બ્રિડિંગ જાેવા મળ્યા હતા તેવા અનેક એકમોને નોટિસ આપવામાં આવી છે અને તેમણે દંડ પણ કરવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થિતિ બગડે નહીં અને કોર્પોરેશન સમય રહેતા પગલાં લઈ રહી છે. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી ગંદકીના કારણે કોઈ પણ રોગો ફેલાય નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.