અમદાવાદમાં કોવિડ ટેસ્ટનો રિપોર્ટ હવે SMSથી મળશે
અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોવિડ-૧૯ના પગલે તબક્કાવાર અનેક અટકાયતી પગલા લેવામા આવી રહ્યા છે. શહેરમા કોરોના કેસમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં ટેસ્ટીગનું પ્રમાણ પણ ચારથી પાંચ ગણું વધ્યું છે. તેવામાં મહાનગર પાલિકાએ એક નવી સુવિધા શરૂ કરી છે. જેમા કોવિડ ટેસ્ટીગ કરનાર વ્યક્તિના મોબાઇલ નંબર પર જ કોવિડ પોઝિટિવ છે કે નેગેટીવ તે અંગે SMS મોકલવામાં આવશે.
એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે મહાનગર પાલિકા કોરોના સામે લડવા વધુમા વધુ પગલાઓ લઇ રહી છે. જેમાં વધુ એક મહત્વનો ર્નિણય કરાયો છે કે કોવિડ ટેસ્ટ કરનાર વ્યક્તિને SMSથી રિપોર્ટ મોકલવામાં આવશે. કોરોના પોઝિટિવછે કે નેગેટીવ તે અંગે SMSથી જાણ કરવામાં આવશે. પોઝિટિવ રીપોર્ટ વાળી વ્યક્તિને ઘર બેઠા જવાબ મળશે. વ્યક્તિને અર્બન હેલ્થ સેન્ટર સુધી જવું પડશે નહી. વધુમા ચેરમેન હિતશ બારોટે જણાવ્યું હતું કે હાલ SMS વાળી સિસ્ટમ ચાલુ કરી છે. આગામી દિવસમાં PDF પણ વોટસએપના માધ્યમથી મોકલવાનું આયોજન કરાયું છે.
રજીસ્ટ્રશન નંબર પર SMS અને વોટ્સએપના માધ્યમથી રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટીવ તે માહિતી મેળવી શકાશે. હાલ એએમસી પીડીએફ માટે એક ટ્રાયલ બેઝ પર કામ કરી રહી છે. એક-બે દિવસમાં ટ્રાયલ થયા બાદ તેનો અમલ પણ શરૂ કરવામાં આવશે. લોકોની એક માંગ ઉઠી હતી કે જે પરિવારના તમામ સભ્યો કોરોના પોઝિટિવ હોય અને હોમ આઇશોલેશન થયા હોય તે વ્યક્તિ અર્બન હેલ્થ સેન્ટર જવું પડશે નહી.
હાલ હવે કોર્પોરટર ઓફિસમાં પણ કોવિડ -૧૯ રીપોર્ટ નેગેટીવ હોય કે પોઝિટિવ હોય તે માહિતી આપવી પડે છે. જેથી એક માંગ ઉઠી હતી. તેના અનુસંધાને એએમસી દ્વારા આ ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના કેસનો મહાવિસ્ફોટ થઈ રહ્યો છે. બાળકો પણ વધુ સંક્રમિત થઈ રહ્યા છે. બીજી લહેર બાદ નિષ્ણાંતો માની રહ્યા હતા કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે.
જેને રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું હતું. બાળકો માટે જરૂર પડે તો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૩૦૦ બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ૧૨૦૦ બેડમાં અત્યારે કોરોના પોઝિટિવ ૬ બાળકો દાખલ છે. ૩૭ દિવસથી લઈ ૧૨ વર્ષના બાળકો છે ૧ બાળકને ઓક્સિજન જરૂર છે. જાેકે ૬ બાળકોમાંથી ૪ બાળકોના વાલીઓ વેકસીન લીધી નથી.SSS