અમદાવાદમાં ગરમી વધીઃ મહત્તમ તાપમાન ૩૨.૬
અમદાવાદ: ગુજરાતમાં હવે ગરમીની શરૂઆત થઇ રહી છે. પંખા અને એસીનો ઉપયોગ પણ ભરપુર પ્રમાણમાં થવા લાગ્યો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૬.૮ અને મહત્તમ તાપમાન ૩૨.૬ ડિગ્રી રહેતા ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફારની શક્યતા દેખાઈ રહી નથી પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે.
લઘુત્તમ તાપમાનમાં ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. બીજી બાજુ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન આજે ૩૦થી લઇને ૩૫ ડિગ્રી વચ્ચે રહ્યું હતું. મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો ભુજમાં સૌથી વધુ ૩૫.૫ સુધી પારો પહોંચ્યો હતો જ્યારે કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન ૩૪ અને કેશોદમાં પણ પારો ૩૪ સુધી પહોંચ્યો હતો.
આ ઉપરાંત પોરબંદર અને રાજકોટમાં પણ પારો ૩૪થી ઉપર રહ્યો હતો. મોટાભાગે હવે ગરમવ†ોમાં લોકો દેખાઈ રહ્યા નથી. બપોરના ગાળામાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે.