Western Times News

Gujarati News

સિલાઈ મશીન રિપેરીંગ કરવા આવેલા યુવકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

Files Photo

અમદાવાદ, રાજ્ય સરકાર કહે છે કે, ગુજરાતમાં મહિલા અને યુવતીઓ સુરક્ષિત છે પરંતુ રાજ્યમાં અવાર નવાર છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદમાં ઘરે સિલાઈ મશીન રીપેર કરવા માટે આવેલા એક ઈસમે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનાને લઇને ભોગ બનનાર મહિલાએ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના રામોલ વિસ્તારમાં પરિવારની સાથે રહેતી એક મહિલાએ પિતાનું સિલાઈ મશીન ખરાબ થઈ ગયું હોવાના કારણે એક વ્યક્તિને મશીન રીપેરીંગ કરવા માટે ઘરે બોલાવ્યો હતો. મહિલા ઘરે એકલી હોવાના કારણે સિલાઈ મશીન રીપેરીંગ કરવા માટે આવેલા ઇસમે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ તે ભાગી ગયો હતો. તેથી ભોગ બનનાર મહિલાએ આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં સિલાઈ મશીન રીપેરીંગ કરવા આવેલા ઇસમ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે જ્યારે સુરેલીયા વિસ્તારમાં રહેતી હતી ત્યારે તેની પાડોશમાં રહેતા એક વ્યક્તિને સિલાઈ મશીન રીપેરીંગ કરતા આવડતુ હતા. આ વ્યક્તિ પાડોશી હોવાના કારણે તે બંને પરિચિત પણ હતા. તેથી મહિલાએ તેનું સિલાઈ મશીન ખરાબ થયું હોવાના કારણે તેના જૂના પાડોશીને મશીન રીપેરીંગ કરવા માટે બોલાવ્યો હતો. તે સમયે જ આ પાડોશીએ એકલતાનો લાભ ઉઠાવીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. હાલ તો આ સમગ્ર મામલે રામોલ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેનું મેડિકલ ચેકઅપ કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

તો બીજી તરફ પોલીસને એવી પણ આશંકા છે કે સિલાઈ મશીન રીપેરીંગ કરવા માટે આવેલા ઇસમ અને આ મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હોઈ શકે છે. હાલ તો રામોલ પોલીસે દુષ્કર્મની ઘટનામાં વધુ પુરાવા અને માહિતી એકઠી કરવાની કામગીરી શરૂ કરી છે.આ ઘટના બાબતે અમદાવાદ પોલીસના આઇ ડીવીઝનના ડીસીપી એન.એલ. દેસાઈએ જણાવ્યું હતું કે, આ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અલગ-અલગ મુદ્દાઓને ધ્યાનમાં લઇને તપાસ કરવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.