અમદાવાદમાં ચાર મહિના બાદ પ્રથમ વખત માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર: ‘નો વેક્સિન નો એન્ટ્રી નો’ અમલ
સમય મર્યાદા થઈ ચુકી હોય તેવા નવ લાખ કરતા વધુ નાગરિકોનો બીજાે ડોઝ બાકી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર ફરી વધે તેવી દહેશત જાેતા મ્યુનિ. કોર્પો. દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. બુધવારે કોરોનાના ૧૬ કેસ નોંધાયા બાદ તંત્ર દ્વારા પેસ્ટીગ, અને ટ્રેસીંગમાં વધારો કરવામાં આવ્યો છે જયારે એક મહિના અગાઉ કરવામાં આવેલી ‘નો વેક્સિન નો એન્ટ્રી” નો અમલ ફરી શરૂ કરવામાં આવ્યો છે.
જાેકે ગુરૂવારે કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો થતાં તંત્રને રાહત થઈ છે મ્યુનિ. કોર્પો. દ્વારા વેક્સિનના બીજા ડોઝ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ શહેરમાં બીજાે ડોઝ લેવાનો બાકી હોય તેવા ૯ લાખ કરતા વધુ નાગરિકો છે. જ્યારે ચાર મહિના બાદ પ્રથમ વખત માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની ફરજ પડી છે.
અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના કેસની સંખ્યામાં અચાનક વધારો થતા મ્યુનિ. તંત્ર દોડતુ થયુ છે. તેમજ દૈનિક ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે. જ્યારે શહેરમાં પ્રવેશતા તમામ મુશાફરોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ છે કોરોના રોગચાળો નિયત્રણ માં આવ્યા બાદ લગભગ ચાર મહિના પછી પ્રથમ વખત કન્ટેન્મેન્ટ ઝોન જાહર કરવાની ફરજ પડી છે.
બુધવારે ઈસનપુરમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોનાથી સંક્રમિત થતા લગભગ ૨૦ મકાનોને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. તેમજ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોરોનાને નિયત્રણમાં લેવા માટે મ્યુનિ.કોર્પો.એ પણ એક મહિના પહેલા કરેલ પરિપત્રનો ફરીથી અમલ શરૂ કર્યો છે.
મ્યુનિ. કોર્પો.ના સુત્રોએ જણાવ્યા મુજબ ૧૨ નવેમ્બરથી વેક્સિન માટે લાયકાત ધરાવતા ૧૮ વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજાે ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને એએમસી દ્વારા કાર્યરત એએમટીએસ, બીઆરટીએસ, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ, એ.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્લેક્સ, સિટી સીવીક સેન્ટર અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા કોરોના વેક્સિનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે.
અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનેશનની સઘન કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ ૭૩ લાખ ૯૩ હજાર ૮૬૮ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ૪૬ લાખ ૯૩ હજાર ર૦૩ લોકોને પ્રથમ ડોઝ અને ૨૭૦૦૬૬પ જેમાં ૪ર૧૦૭રર પુરૂષો અને ૩૧૮૧૯૦૯ મહિલાઓનો સમાવેશ થાય છે.
જયારે વય જુથ મુજબ જાેવામાં આવે તો ૧૮ થી ૪૪ વય જુથમાં ૪૬પ૪૩૧૭, ૪પ થી ૬૦ માં ૧૭૩૩પ૩ર અને સીનીયર સીટીઝનમાં ૧૦૦૬૦૧૯ નાગરિકોએ રસી લીધી છે. શહેરમાં હાલ બીજા ડોઝની સમય મર્યાદા થઈ ચુકી હોય તેવા ૯.પ૦ લાખ જેટલા નાગરિકો છે જેમને સમયસર વેક્સિન મળી રહે તે માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હૉલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઈને વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એક મહિના પહેલા અમદાવાદમાં એએમટીએસ, બીઆરટીએસ, સિવિક સેન્ટરો, અર્બન હેલ્થ સેન્ટરો, ઝોનલ ઓફિસ વગેરે જગ્યાએ ફરજિયાત વેક્સિન સર્ટિફિકેટ બતાવીને જ પ્રવેશ મેળવવાનો રહેશે તેવી જાહેરાત કરી હતી.
જાે કે કોર્પોરેશનના આ નિયમોનો બે દિવસમાં જ ફિયાસ્કો જાેવા મળ્યો હતો.કોર્પોરેશનની સબ ઝોનલ ઓફિસ, સિવિક સેન્ટર અને બીઆરટીએસ,બસ સ્ટેન્ડ સહિતની જગ્યાએ કોરોના વેક્સિનેશન ચેકિંગ અંગે કોઈ જગ્યાએ કોર્પોરેશનના કર્મચારીઓ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરતા હોય તેવું જાેવા મળ્યું ન હતું. કોઈ જગ્યાએ ચેક કરવાની ઈચ્છા હોય તો પૂછતાં હતા બાકી ક્યાંય ચેકિંગ થતું જાેવા મળ્યું ન હતું.
ટિકિટ કાઉન્ટર પર સ્ટિકર લગાવાશે દરેક બસ સ્ટોપ પર પ્રવાસીઓને સુચના મળે તે માટે ટિકિટ કાઉન્ટર પર સ્ટિકર લગાવવામાં આવશે. ટિકિટીંગ સ્ટાફ સિક્યોરીટી સ્ટાફે મુસાફર બસ સ્ટોપ પર ટિકિટ માટે આવે ત્યારે કોવિડ-૧૯ વેક્સિનેશનના બીજા ડોઝનું સર્ટિફિકેટની હાર્ડ કોપી અથવા સોફટ કોપીમાં ચેક કરવાનું રહેશે.
વેક્સિનનો બીજાે ડોઝ ન લીધો હોય તેવા પ્રવાસીઓને બી.આર.ટી.એસ. બસોમાં તા. ૧૨ નવેમ્બર ૨૦૨૧થી પ્રવેશ આપવામાં આવશે નહીં. જેમનો બીજાે ડોઝ બાકી હોય તેમણે નજીકના વેક્સિનેશન સેન્ટરથી વેક્સિનેશન કરાવવાનું રહેશે.
તમામ ૧૬૩ બસ સ્ટોપ પર ૪૦ એક્સ સર્વિસ મેન, ૧૭૦ સિક્યોરિટી ગાર્ડ, ૧૮૦ ટિકિટીંગ સ્ટાફ મળી કુલ ૩૯૦ સ્ટાફ વેક્સિન સર્ટીફીકેટ ચેકિંગની કામગીરી સંયુક્ત રીતે કરશે. વધુમાં ઓન રુટ ૨૯૮ બસોમાં ઓપરેશન વિભાગ અધિકારીઓ, ૩ સિક્યોરિટી ઓફિસર, ૧૬ ફિલ્ડ ઓફીસર સ્ટાફ, ૧૧ વિજિલન્સ સ્ટાફ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેકિંગની કામગીરી કરશે.