અમદાવાદમાં છવાયો વરસાદી માહોલ
અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સૌરાષ્ટ્રઅને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જા કે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં અસહ્ય બફારો જાવા મળી રહ્યો હતો. અમદાવાદમાં લોકો ઉકળાટથી કંટાળીને વરસાદની રાહ જાઈ રહ્યાં હતા, તેમની આતુરતાનો આજે વહેલી સવારે અંત આવ્યો છે.
અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જાવા મળી રહ્યો છે. જેમાં શહેરના પૂર્વ અને પÂશ્ચમ વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરના પÂશ્ચમ વિસ્તારની વાત કરીએ તો, સેટેલાઇટ, બોડકદેવ, શિવરંજની, શ્યામલ, એસ. જી. હાઇવે, સોલા, મેમનગર, રાણિપ, ઘાટલોડિયા, બોપલ, આંબલી, ચાંદખેડા, ચાંદલોડિયા, જીવરાજ પાર્ક, સાયન્સ સીટી, વ†ાપુરમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.
જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં મણિનગર, ઇસનપુર, રામોલ, નારોલ, બાપુનગર, નરોડ, નિકોલ, દિલ્હી દરવાજા, એરપોર્ટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.