અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં આત્મહત્યાના ત્રણ બનાવો બન્યા
અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ આર્થિક તંગી અને અન્ય કારણસર આત્મહત્યાના બનાવો વધી રહ્યાં છે આજે સવારે જ શહેરના વિશાલા સર્કલ પાસેની હાઇરાઇઝડ બિલ્ડીગના ૧૪માં માળેથી ગણતિના કોચીંગ કલાસ શિક્ષક પાર્થ ટાંકે ઝપલાવીને જીવન ટુંકાવ્યું હતું ત્યારે શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં આત્મહત્યાના બનાવોમાં એક વ્યક્તિનું મોત થયું છે જયારે બે લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે.
મળતી માહિત અનુસાર નિકોલ વિસ્તારમાં કાનબા કોવિડ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતા ધર્માગ પટેલ નામના યુવકે રાત્રે હોસ્પિટલના સાતમા માળેથી નીચે પડતુ મુકયુ હતું જેથી યુવકના માથા પર ગંભીર ઇજા થઇ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવકે કયાં કારણોસર આ પગલુ ભર્યુ તે જાણવા મળ્યુ નથી
જયારે અમદાવાદમાં સાબરમતી નદીમાં એક યુવતીએ ઝંપલાવ્યું હતું પરંતુ ફાયર વિભાગની રીવર રેસ્કયુ ટીમે યુવતીને બચાવી લધી હતી હાલમાં યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે તેણે શા માટે આ પગલુ ભર્યું તે જાણી શકાયુ નથી