અમદાવાદમાં છેલ્લા ૮ દિવસથી સતત ૩૦૦થી વધારે કેસ નોંધાઇ રહ્યા છે
ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૦૫,૧૧૬ છે. હાલમાં એક્ટિવ કેસ ૧૪૭૩૨ છે જ્યારે ૯૬ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૩૨૫-ગ્રામ્યમાંથી ૨૮ એમ ૩૫૩ સાથે કુલ કેસનો આંક હવે ૪૯ હજારને પાર થઇને ૪૯૦૬૩ થઇ ગયો છે.
અમદાવાદમાં છેલ્લા ૮ દિવસથી સતત ૩૦૦થી વધારે કેસ નોંધાઇ રહ્યા છે. સુરત શહેરમાં ૨૩૮-ગ્રામ્યમાં ૬૧ એમ ૨૯૯ સાથે કુલ કેસનો આંક હવે ૪૨૮૨૪ છે.
વડોદરા શહેરમાં ૧૨૭-ગ્રામ્યમાં ૪૦ સાથે ૧૬૭, રાજકોટ શહેરમાં ૯૫-ગ્રામ્યમાં ૪૪ સાથે ૧૩૯ નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા
તેમાં ૬૬ સાથે ગાંધીનગર, ૫૧ સાથે બનાસકાંઠા, ૪૯ સાથે પાટણ, ૪૩ સાથે મહેસાણા-જામનગર, ૩૭ સાથે આણંદ, ૩૫ સાથે ખેડા, ૩૨ સાથે ભરૃચ-પંચમહાલ, ૨૭ સાથે સુરેન્દ્રનગર, ૨૬ સાથે ભાવનગરનો મુખ્યત્વે સમાવેશ થાય છે.