અમદાવાદમાં જુગારના અડ્ડાઓ પર પોલીસ ક્યારે ત્રાટકશે ??

Files Photo
શ્રાવણિયો જુગાર રમાડનારા અને રમનારાઓ સામે પોલીસની લાલ આંખ
(પ્રતિનિધિ) અમદાવાદ: શ્રાવણ મહિનો આવ્યો અને જુગારની પ્રવૃતિ ધમધમવા લાગી. કોરોના કાળની વચ્ચે પણ જુગારીયો જુગાર રમવા બેસી જાય છે કોરોનાના ડરને બાજુમાં મુકી આજકાલ ઠેર-ઠેર જુગાર રમાઈ રહયો છે. પોલીસ પકડે ત્યારે ખ્યાલ આવે છે કે આ જગ્યાએ જુગાર પણ રમાય છે. હવે પહેલા જેવુ રહયુ નથી પોશ એરિયાઓમાં ફલેટો- સોસાયટીઓ જુગારના ધામ બની ગઈ છે.
ફલેટો- મકાનો ભાડે રાખીને તેમાં મોટાપાયે જુગાર રમાડાતો હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. જુગાર રમાડવાની પધ્ધતિઓ બદલાઈ છે પોલીસની નજરથી બચવા અવનવા હથકંડા અજમાવવામાં આવે છે જુગારધામ ચલાવતા લોકો ફલેટો- મકાનો ભાડે રાખીને જુગારધામ ચલાવે છે તો ફાર્મ હાઉસની વાત નવી નથી તેવી જ રીતે અન્ય રાજયોમાં એટલે કે ગુજરાતના પડોશી રાજયોમાં જુગારીને લઈ જઈને ચોક્કસ જગ્યાઓ પર જુગાર રમાડાતા હોવાની વાત પણ ચર્ચામાં છે.
આ તો મોટા જુગારની વાત થઈ. નાના પાયા પર જુગાર તો ઠેરઠેર રમાતો હોય છે. શ્રાવણિયો જુગાર રમવો એ કંઈ નવાની વાત રહી નથી. એક વાત સાચી હોય કે ખોટી. મોબાઈલ પર પણ જુગાર રમાતો હોય છે. સવાલ એ છે કે જુગાર ક્યાં ક્યાં રમાય છે તે ઘણા નાગરિકોને ખબર હોય છે કારણ કે તેઓ રમવા જતા હોય ત્યારે કોકના કહેવાથી જ ગયા હશે. મૂળ વાત એ છે કે પોલીસ રેડ પાડે છે તો અમુક જ જગ્યાએ કેમ પાડે છે ?? જૂના અને જાણીતા જુગારના અડ્ડાઓ પોલીસ વિભાગની નજરમાં કેમ આવતા નહી હોય ?? જાે અમદાવાદથી છેક રાજસ્થાન સુધી પોલીસ જઈ શકતી હોય તો શહેરમાં કેટલા જુગારના અડ્ડાઓ છે તેની યાદી પોલીસ જાેડે હોવી સ્વાભાવિક છે ??
પોલીસ દેશભરમાં ગમે તે જગ્યાએ જઈ ગુનેગારો સામે કાર્યવાહી કરે તે આવકારદાયક જ હોય છે. પરંતુ શહેરમાં હજારો લોકોને બરબાદ કરતા જુગારના અડ્ડાઓ પર ક્યારે સપાટો બોલાવશે ?? તેને લઈને પ્રજામાં પણ ચર્ચા ઉઠી રહી છે. પોલીસ જુગારના અડ્ડાઓ ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે શ્રાવણિયા જુગારના દુષણને ખતમ કરવા પોલીસે લાલઆંખ બતાવી જ રહી.