અમદાવાદમાં જુલાઈની શરૂઆતમાં ભાજપ સરકાર ‘વિકાસ યાત્રા’ કાઢશે
ગાંધીનગર,ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે જૂલાઈના પ્રથમ પખવાડિયામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કર્યુ છે. ૧લી જૂલાઈથી શરૂ થનારી આ યાત્રામાં ૧૫૦થી વધુ વંદે ગુજરાત વિકાસ રથોમાં વર્તમાન અને પૂર્વ સરકારના પદાધિકારીઓ ૧૫ દિવસમાં રાજ્યનો એક એક તાલુકો ખુંદી વળશે. આ યાત્રા થકી ભાજપ સરકાર ગુજરાતમાં બે દાયકામાં થયેલા વિકાસને નાગરીકો સુધી પહોંચાડશે.
૧થી ૧૫મી જૂલાઈ વચ્ચે યોજનારી ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના આયોજન માટે કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ- છઝ્રજી મુકેશ પુરીએ ૧૩ જૂન સોમવારે સચિવાલયમાં હાઈ લેવલ બેઠક બોલાવી છે.ગુરૂવારે મોડી સાંજે ACS મુકેશ પુરીએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના આયોજન અંગેની બેઠક સંદર્ભે સેક્રેટરીઓને પાઠવેલા પત્રમાં કહ્યુ છે કે, જે તે વિભાગ દ્વારા કરવામાં આવનાર વિવિધ પ્રવૃતિ, વિવિધ સહાય વિતરણ, વિકાસકાર્યોનું લોકાપર્ણ, યોજનાઓનો પ્રચાર, સાફલ્યગાથા જેવી માહિતી આપવાની રહેશે.
તેના માટે દરેક વિભાગને પોતાના નોડલ ઓફિસર પણ નિયુક્ત કરવાના રહેશે. ACS મુકેશ પુરીએ આ યાત્રા ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે યોજાઈ રહ્યાનું જણાવ્યુ છે.આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી વિસ્તારક યોજના તૈયાર કરાઇ હતી. છ માસ માટેના યુવા વિસ્તારકોએ પહેલા ફેઝમાં ૧૦૪ વર્ગો યોજ્યા છે અને હવે જૂનના બીજા સપ્તાહમાં બાકી રહેલી વિધાનસભા વિસ્તારોમાં જશે.
સમગ્ર ૧૮૨ વિધાનસભા માટે આ વિસ્તારકો નીકળશે.જે ૧૦,૦૬૯ શક્તિકેન્દ્રોમાં ૧૨,૫૦૦ વિસ્તારકો જશે. આ તમામ શક્તિકેન્દ્રો પર જઈને પેજ સમિતિના પ્રમુખો, પેજ સમિતિના સદસ્યો, બૂથની સમિતિ, બૂથમાં રહેલા લાભાર્થીઓનો સંપર્ક કરશે.ભાજપના આ વિરાટ સંપર્ક અભિયાનમાં ૫૧ હજાર બૂથ સુધી વિસ્તારકો ભાજપ સરકારના કાર્યક્રમો, યોજનાઓ, સંગઠનાત્મક બાબતો અંગે જનતા સુધી પહોંચાડવા પ્રયાસ થશે.hs3kp