અમદાવાદમાં ટીબી અને દમના દર્દીઓ વધ્યા
મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે અમદાવાદ ધુળીયુ બન્યુ : શહેરને ડસ્ટમુક્ત બનાવવાના પ્રોજેક્ટ પર સવાલો ઉઠ્યા! : તૂટેલા રસ્તાઓમાંથી ઉડતી ધૂળ અને કચરાથી પરિસ્થિતિ વણસી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સૈકાઓ પહલાં બાદશાહનો પુત્ર જહાંગીર અમદાવાદની મુલાકાત (૧૬૧૭ ની સાલમાં) આવ્યો ત્યારે ધુળીયા અમદાવાદથી કંટાળીને તેને અમદાવાદનું નામ પાડયુ હતુ. ‘ગર્દાબાદ’ આ વાતને સૈકાઓ થયા, ઘણા ઘણા પરિવર્તનો આવ્યા, પાકા રસ્તાઓ થયા, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા આધુનિક બનાવવામાં આવી. સાબરમતી નદીનું સ્વરૂપ બદલાયુ પરંતુ આજે પણ અમદાવાદમાં ઉડતી ધૂળ દેશના અન્ય શહેરોમાં ત્રીજા નંબરે આવે છે.
અને પ્રમાણ ઘટવાને બદલે વધતું જાય છે. જેને કારણે શ્વાસના તથા દમના દર્દીઓનું પ્રમાણ પણ વધતું જાય છે. મ્યુનિસિપલ કોર્પોેરશનના રેકોર્ડ મુજબ ર૦૧૮માં વર્ષ દરમ્યાન ૯૪પ૦ ફરીયાદો મળી હતી. જેની સંખ્યા ર૦૧૯ ના વર્ષમાં ૩ જી ઓક્ટોબર સુધીમાં ૮૮પર થઈ છે જે દર્શાવે છે કે ધૂળનું પ્રમાણ કેટલા પ્રમાણમાં વધી રહ્યુ છે.
તપાસ કરતા એવું જણાયુ છે કે ધુળનું પ્રમાણ વધવાના અનેક કારણો છે જેમાં મુખ્ય છે શહેરના ખાડા-ખુબડા રસ્તાઓ. મેટ્રો પ્રોજેક્ટ માટે ચાલતા બાંધકામો ખાનગી રાહે બંધાતા ફલેટો, મકાનો અને તેમાં નીકળતી ડેબરીઝ, બંધાતા હાઈરાઈઝ, બિલ્ડીંગો પવનને રોકે છે.
પ્રદુષણમાં અમદાવાદ શહેર ૧૦ પ્રદુષિત શહેરોમાં ત્રીજા નંબરે આવે છે.
ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો તથા સત્તાવાળાઓ માટે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. પ્રથમ નંબરે ે આવે છે ધનબાદ. તથા બીજા નંબરે ગાઝીયાબાદ આવે છે. અને પ્રદુષણનું મુખ્ય કારણ છે ધૂળ. તેમ અહેવાલમાં જણાવાયુ છે.
ડો.તુષાર પટેલ જણાવે છે કે શહેરમાં વધુ પ્રમાણમાંં ધૂળ ફેલાતી હોવાને કારણે બ્રોન્કષ્ટીઝ તથા અસ્થમાના કેસો વધી રહ્યા છે. શહેરમાં ચાલી રહેલા બાંધકામો તેમજ મેટ્રો પ્રોજેક્ટને કારણે ધૂળના ફેલાવામાં ઘણો જ વધારો થયો છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ ગઢવી જણાવે છે કે ખાતામાં સુચના આપી દેવામાં આવી છે કે જ્યાં શક્ય હોય ત્યાં વાલ ટુ વાલ રોડ બનાવો ખાસ કરીને મેઈન રોડઝ.
ધૂળનું પ્રમાણવધતું હોવાને કારણે ફરીયાદોની સંખ્યામાં પણ વધારો થઈ રહે છે. ત્યારે તેનો ઉકેલ લાવવા રસ્તાઓની સફાઈ માટે ૧૦ સ્વીપરોને કામ પર લગાડ્યા છે. અને ટૂંક સમયમાં તેમાં વધારો કરી રપ ની સંખ્યા કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા ઓ જણાવે છે. આ ઉપરાંત પશ્ચિમ માં રૂ.ર૦.૮૬ કરોડના ખર્ચે ૩ ગ્રીન સ્ટેરચીઝ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
(૧) કેશવ બાગથી પકવાન ચારરસ્તા, જજીસ બંગલાથી શરૂ કરી એનએફડી સર્કલ સુધી તથા સંજીવની હોસ્પીટલથી ગુરૂદ્વારા ચારરસ્તા આમ, મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રદુષણની સમસ્યા અંકુશમાં લેવા કાર્યરત હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યુ હતુ. મ્યુનિસિપલ કોર્પોેરશનના સુત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે હાલમાં સ્વીપરો સ્વીપર મશીન દ્વારા રસ્તાં સાફ કરી રહ્યા છે. શહેરમાં રર ટકા પ્રદુષણ ધૂળ ફેલાવે છે. જેને દૂર થાય તેમ શહેરના નગરજનોની માંગ છે.