અમદાવાદમાં ટેક્ષ ભરો છતાં શહેરમાં થીંગડાવાળા રોડ

(તસવીર જયેશ મોદી)
અમદાવાદ : એએમસી દર વર્ષે રોડ રિસરફેસ અને નવા રોડ બનાવવા પાછળ રૂ.૪૦૦ કરોડનો ખર્ચ કરે છે. પણ વાસ્તવીક સ્થિતી એવી છે. કે છેલ્લા બે વર્ષથી નાગરીકોને થીગડાવાળા રોડ મળી રહયાં છે. શહેરમાં સારા રોડ શોધવા પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. એએમસી દ્વારા અવૈજ્ઞાનિક ઢબે રોડ રીસરફેસના કામો કરાય છે તેનું તાજુ ઉદાહરણ એવું છે કે, સામાન્ય વરસાદમાં પણ રોડની બંને તરફ ખાબોચીયા ભરાઈ જાય છે. જા વૈજ્ઞાનિક ઢબે રોડ બનતાં હોય તો રોડ ઉપર પાણી ભેગું થવાને બદલે સીધું કેચપીટ સુધી પહોચી જાય પણ કેટલાય મુખ્ય માર્ગો પર એવું જાવા મળતું નથી.
છેલ્લા ત્રણ વર્ષથી રોડની સ્થિતી બગડી છે. ત્રણ વર્ષ પહેલાં રોડ રિસરફેસમાં કરોડો રૂપિયાના કૌભાંડ સામે આવ્યા હતા. એએમસી ના રોડનાટેન્ડરના નીચા ભાવના ભાવ ભરી કોન્ટ્રાકટરો ટેન્ડરો મેળવી લેતા હતા પછી રોડમાં બિટયુમીનની ચોરી કરી નબળી ગુણવત્તાના રોડ બનાવતાં હતા જેથી ત્રણ વર્ષ પહેલાં ૪પ૦ કરોડના રોડ ધોવાઈ ગયા હતા પછી નવા પશ્ચિમ ઝોનમાં ૧૦૦ કરોડનું બિટયુમીન ચોરીનું કૌભાંડ સામે આવ્યું હતું.
આ પછી રોડના કામોમાં ઉંચા ભાવના એટલે કે, અંદાજીત ખર્ચ કરતાં રપથી ૩૦ ટકા ઉચા ભાવના ટેન્ડરો મંજૂર કરાઈ રહયાં છે. પણ શહેરના રોડની સ્થિતીમાં ફેર પડયો નથી. આશ્રમ રોડ, ડ્રાઈવ-ઈન રોડ, સીજી રોડ, ૧૩ર ફુટ રિગ રોડ સહીતના કેટલાય રોડ તો આજે પણ થીગડાવાળા જાવા મળી રહયાં છે. શહેરમાં આ વર્ષે પણ રોડનાકામો પાછળ ૩૦૦ કરોડથી વધુની રકમ ખર્ચ કરી દેવાઈ છે. પણ સ્થિતીમાં ફેર પડયો લાગતું નથી. શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. તેવા મોટાભાગના રોડ તુટેલા છે અથવા તો થીગડા મારી ઉબડખાબડ કરી દેવાયા છે. જેથી આ સ્થિતીમાંથી નાગરીકોને છુટકારો કયારે મળશે તેના અણસાર દેખાતા નથી.