Western Times News

Gujarati News

અમદાવાદમાં ઠંડા પાણીની ૧૧ જગ્યાએ પરબ શરૂ કરાઈ

અમદાવાદ, ગરમી ની શરૂઆત માર્ચ મહિનામાં ખુબજ વધી જતી હોય છે. આ લોકો ને ઠંડા પાણી માટે ગુરૂકૃપા ફાઉન્ડેશન તરફથી પ.પુ. ડૉ મુનિ શ્રી ચિતંન ગુરૂદેવ શ્રીના જન્મ દિવસ નિમિતે અમદાવાદમાં અલગ અલગ ૧૧ જગ્યાએ શુધ્ધ આર ઓ ના ઠંડા પાણી ની સગવડ ૦૧/૦૩/૨૦૨૨ થી ચાલુ કરવા માં આવ્યાં છે

જેમાં પલ્લવ ચાર રસ્તા, ભુયંગ દેવ ચાર રસ્તા, સુભાષ ચોક ,ઝાયડસ ચાર રસ્તા ,પકવાન ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તા, અંધજન મંડળ ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ, સ્ટેડિયમ પાંચ રસ્તા અને ઉસ્માન પુરા ચાર રસ્તા મુકવામાં આવ્યા છે જેનો લાભ જાહેર જનતાને મળી રહેશે.

ગરમી અમદાવાદ માં મે મહિનામાં તો ૪૫ ડીગ્રી તાપમાન થઈ જાય છે પાણી ની તરસ ખુબજ લાગતી હોય છે ત્યારે ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા પરબ મુકવા નું આ પગલું આવકારદાયક છે. દરેક પરબ ઉપર દર બે કલાકે જાે પાણી ખલાસ થઈ ગયું હશે તો જગ બદલીને નવો જગ મુકવામાં આવશે .જીવદયા સાથે જાેડાયેલી આ સંસ્થા માનવસેવા માં પણ સૌપ્રથમ જ હોય છે.

આ પરબ થી ફેરિયા, રીક્ષા ચાલક, સેલ્સમેન, ટ્રાફિક પોલીસ અને આ રસ્તા પર થી પસાર થતા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.જીવદયાનો વિચાર પણ કેટલો ઉતમ જે વધારાનું પાણી નીચે પડશે તે પક્ષી ઓને પીવા કામ લાગે તે માટે કુંડ મુકવામાં આવ્યા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.