Western Times News

Gujarati News

અમદાવાદમાં ઠંડીનો ચમકારો

File Photo

અમદાવાદ: અમદાવાદમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો પણ ફુંકાયા હતા. આવતીકાલે અમદાવાદ શહેરમાં મહત્તમ તપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે. જ્યારે લઘુત્તમ તાપમાન આવતીકાલે ગગડી શકે છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર લો પ્રેશરના પરિણામ સ્વરૂપે હવામાનમાં હાલમાં પલ્ટો આવ્યો છે. કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ થયો છે.

બીજી બાજુ હજુ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પણ હાલમાં કરા સાથે વરસાદ થયો છે. બેવડી સિઝનની ફરી એકવાર શરૂઆત થઈ છે. આવી સ્થિતિમાં  રોગચાળાએ પણ સકંજા જમવ્યો છે. શરદી, ઉધરસ અને ઈન્ફેકશનના કેસો વધ્યા છે. કોરોના વાયરસની દહેશત વચ્ચે લોકો પહેલાથી જ સાવચેત બનેલા છે.

આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૦.૪ અને લઘુત્તમ તાપમાન ૧૮.૪ ડિગ્રી રહ્યું હતું. નલિયામાં પારો લઘુત્તમ તાપમાનમાં ૨૦થી ઉપર પહોંચ્યો હતો. હવામાન વિભાગ અને જાણકાર લોકોના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તપમાનમાં હવે ફેરફાર થવાની શક્યત હાલ પુરતી ઓછી દેખાઈ રહી છે. મિશ્ર સિઝનના પરિણામ સ્વરુપે નાના બાળકો વાયરલ ઇન્ફેક્શનના સકંજામાં આવી રહ્યા છે. ધુળેટી પર્વ પર નાના બાળકો કલર અને પાણીથી હોળી અને ધુળેટી રમ્યા બાદ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે.

તાવના કેસોમાં પણ વધારો થયો છે. જાણકાર લોકોના કહેવા મુજબ આ પ્રકારની સિઝનમાં નિયમિતતાથી પીછેહઠ થવાની સ્થિતિમાં  બિમાર થવાનો ખતરો રહેલો છે. તહેવારોની સિઝનમાં બેદરકારીના કેસ હંમેશા રહે છે. આવી સ્થિતિમાં  તાવના કેસ પણ વધી ગયા છે. મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે સાથે કોર્પોરેશન દ્વારા જરૂરી પગલા લેવાની શરૂઆત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.