Western Times News

Gujarati News

અમદાવાદમાં ઠેરઠેર પ૦૦થી વધુ પંપો મારફતે પાણીના નિકાલની કામગીરી કરાઈ

પાણી ભરાવાના કારણે એસ.જી.હાઈવે સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો

 

અમદાવાદ : અમદાવાદ શહેરમાં રાતે પડેલા ભારે વરસાદના પગલે ર૪ કલાક ધમધમતા એસ.જી. હાઈવે પર ઠેરઠેર પાણી ભરાઈ જતાંવાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. સીંધુ ભવન રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા હતા અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રાત્રે પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં જેના પગલે સતર્ક બનેલી કોર્પોરેશનની ટીમોએ શહેરમાં પ૦૦થી વધુ પંપો શરૂ કરી દેતા કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે.

એસ.જી. હાઈવે અને સરદાર પટેલ રીંગ રોડ પર પણ ભારે વરસાદ પછી મોડી રાત્રે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. લગભક ૧૧ વાગ્યાની આસપાસ એસ.પી. રીંગ રોડ પરથી સાઉથ બોપલ જતાં લગભગ ૪૫ મિનિટ સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. અમદાવાદની આસપાસના વિસ્તારો ગાંધીનગર, ધોળકા, સાણંદમાં પર વરસાદે મોડી રાત્રે જોર પકડયું હતું. લગભગ સવારે ૫ વાગ્યાની આસપાસ વરસાદ બંધ થતાં નાગરીકોને હાશકારો થયો હતો. વહેલી સવારે ૫ વાગ્યાની આસપાસ પવને પણ જોર પકડ્‌યુ હતું. કેટલાંક વિસ્તારોમાં નાગરીકો આખી રાત જાગ્યા હતા. પશ્ચિમ અમદાવાદમાં કેટલાંક સ્થળોએ ૧ ફૂટ પાણી ભરાયા હતા.

મોડી રાતે ચાલુ થયેલા વરસાદને કારણે કેટલાંક વિસ્તારમાં ૬ઈંચથી વધુ વરસાદ પડયો હતો. સવારે ૪ વાગે વરસાદની તીવ્રતા વધતાં કેટલાંક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં આખી રાત વરસાદને કારણે સાબરમતી નદીમાં પણ ઉપરવાસના પાણી આવવાના કારણે નદીમાં પાણીની સપાટી વધી હતી જેને કારણે મોડી રાત્રે વાસણા ડેમના ૬ દરવાજા ખોલવા પડયા હતા.

વાસણા બેરેજમાંથી ૬૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતું. પાણી છોડવામાં આવતાં નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વાસણા અને તેની આસપાસના વિસ્તારોમાં કેટલાંક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. જો કે મોડી રાત્રે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં નાગરીકોને ખાસ કોઈ હાલાકી ભોગવવી પડી ન હતી. સવારે ૬ વાગતા સુધીમાં વરસાદનું જોર ઘટયું હતુ.

અમદાવાદ મ્યુ. કોર્પો.ના ટિ્‌વટર એકાઉન્ટ પર માહિતી આપવામાં આવી હતી કે શહેરમાં ૫૦૦થી વધુ હેવી ડ્‌યુટી પંપ કાર્યરત છે અને ૪૩૦ જેટલા સ્યુવરેજ પંપીંગ સ્ટેશન, તેમજ ૭૦ સ્ટ્રોમ વોટર ડ્રેઈન પંપ કાર્યરત છે. જેના કારણે ૧ કલાક જેટલા સમયમાં જ શહેરમાંથી પાણી ઉતરી જશે. ઉસ્માનપુરા અને શાહીબાગ અંડરપાસ પણ જનતા માટે ખુલ્લો છે. અમ. મ્યુ. કોર્પો. દ્વારા તકેદારીના ભાગ રૂપે પહેલાથી જ કેચપીટો સાફ કરી દેવામાં આવી હોવાથી પાણી ભરાવાની ફરીયાદો આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.