અમદાવાદમાં ઠેર ઠેર જુગારના અડ્ડાઓ પર રાતભર દરોડા
નરોડા રોડ, શાહપુર અને વેજલપુરમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકતાં
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં ચાલતા દારૂ જુગારના અડ્ડા સદ્તર બંધ કરાવી દેવાના પોલીસ કમિશ્નરનો આદેશ હોવા છતાં સ્થાનિક પોલીસ અને ખાસ રીને જે તે પોલીસ સ્ટેશનના વહીવટદારની સાંઠગાંઠના કારણે અમદાવાદ શહેરમાં ઠે રઠેર જુગારના અડ્ડા ચોરી છુપીથી શરૂ થયા હોવાનું જાણવા મળ્યુ છે.
આ બાબત ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાન પર આવતા શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડાઓ પર ગઈરાતના પોલીસ દરોડા પાડતા જુગારીયાઓએ ભારે નાસભાગ કરી મુકી હતી. પોલીસે શાહપુર, શહેરકોટડા અને વેજલપુર વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પર છાપો મારી ર૮ જુગારીઓને આબાદ રીતે ઝડપી લઈ લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આ અંગે ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે શહેરના તમામ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ અધિકારીઓને પોતપોતાના વિસ્તારમાં ચાલતી દારૂ-જુગાર સહિતની અસામાજીક પ્રવૃત્તિ તાત્કાલિક રીતે ડામી દેવા સુચના આપી છે. પરંતુ કેટલાંક વગદાર કોન્સ્ટેબલો અને ખાસ કરીને જે તે પોલીસ સ્ટેશનના વહીવટદારોની મીલીભગતથી ગેનેગારો ચોરી છુપીથી અસામાજીક પ્રવૃત્તિ આચરતા હોય છે.
ચોરી છુપીથી જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવરને માને માત્ર વહીવટદારને જ સાચવતા હોય છે. વહીવટદાર પણ કોઈ એજન્સી જુગારના અડ્ડા પર રેડ ન કરે તેની પૂરેપૂરી તકેદારી રાખતા હોય છે. આમ, ચોરીછુપીથી જુગારની પ્રવૃતિ ચલાવી ગુનેગારો અને વહીવટદાર મોટી કમાણી કરી લે છે.
બીજી તરફ બાતમીદારો પણ આ પ્રકારની ગેરકાનુની પ્રવૃત્તિ પર બાજ નજર રાખી બેઠા હોય છે. જા તેમના ધ્યાન પર આવઆ મુદ્દે માહિતી મળે તો તરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી દેતા હોય છે. જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ ચલાવતા ગુનેગારો હવે રાતના સમયે જ અને ખાસ કરીને છેવાડાની સોસાયટીઓમાં મકાનના ધાબા પર જે જગ્યા પસંદ કરી રાતભર જુગાર રમાડતા હોય છે.
શહેરના કેટલાંક વિસ્તારના આ પ્રકારમાં ગેરપ્રવૃત્તિ ચાલતી હોવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓને બાતમી મળતા ગઈરાત્રે શહેર ક્રાઈમ બ્રાંચે શહેરકોટડા વિસ્તારમાં નરોડા રોડ ઉપર વિજય મીલની પાછળના ભાગે આવેલી લક્ષ્મીપુરાની ચાલી ખાતે આવેલા એક મકાનમાં છાપો મારતા જુગારીઓએ ભારે નાસભા કરી મુકી હતી.
આમ, છતાં પોલીસે કોર્ડન કરી દિલીપ દેવુંસિંહ રાઠોડ રહે. અંબિકા ચોક, ધનુષધારી સોસાયટી, નરોડા રોડ, અય્યુબ મહમ્મદ યુસુફ શેખ, રહે. ગોમતીપુર, જીજ્ઞેશ રમેશભાઈ બારોટ, રહે.લક્ષ્મીપુરાની ચાલી, અલતાફહુસેન શેખ રહે. રખીયાલ, કુલદિપ બારોટ, રહે.લક્ષ્મીપુરાની ચાલી, જુમ્માખાન પઠાણ, રહે.ખેડા, અને વસીમહુસેન શેખ રહે.રામોલને આબાદ રીતે ઝડપી લીધા હતા.
જ્યારે મકાન માલિક હિતેષ બ્રહ્મભટ્ટ અને રવીગીરી ગોસ્વામી અને વિજય નામના ત્રણ શખ્સો રાત્રીના અંધારાનો લાભ લઈ પોલીસને થાપ આપી ધાબા પરથી કૂદી જઈને નાસી છૂટ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી રૂ.૪૭ હજારની રોકડ રકમ, જુગારના સાધનો સાત મોબાઈલ ફોન, અને વાહનો કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.
આ જ પ્રમાણે વેજલપુર વિસ્તારમાં પણ ગઈમોડી રાત્રે જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો. વેજલપુર ગામ પાછળ આવેલા શિવાલય એપાર્ટમેન્ટના ધાબા ઉપર જુગાર રમતા ૧ર શખ્સોને પોલીસે ઝડપી લઈ રોકડ,રકમ, જુગારના સાધનો મોબાઈલ ફોન, અને વાહનો કબજે લીધા હોવાનું જાણવા મળે છે.
પોલીસે જુગાર રમી રહેલા તોફીક અન્સાર, રહે.દાણીલીમડા, ઈકબાલ શાહુ, મોહસીન રંગરેજ, મોહમ્મદ તોફીક ઈશાંત અન્સારી, નૈમુદ્દીન અન્સારી, જાવેદખાન પઠાણ, અકરમ ફકીર, હસન દિલાવર, અક્ષય શાહ, શાકીર શેખને ઝડપી લઈને લોકઅપ ભેગા કરી દીધા હતા. વેજલપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત શહેરના શાહપુર વિસ્તારમાં ચાલતા એક જુગારના અડ્ડા પર પણ વહેલી સવારે દરોડો પાડ્વામાં આવ્યો હતો. શાહપુર વિસ્તારમાં પ્રેયસ સ્કુલ સામે મિલ કમ્પાઉન્ડમાં જવાના માર્ગ .પર કેટલાંક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે વહેલી સવારે પોલીસ ઉપરોક્ત સ્થળે ત્રાટકી હતી.
પોલીસે દરોડા પાડતા જ જુગારીઓને પોલીસની ચુંગાલમાંથી છટકવા માટે ભારે ધમપછાડા કર્યા હતા.
પરંતુ પોલીસ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી મોહસીન શેખ, મોહમ્મદ અલ્તાફ શેખ, મહમ્મદ બીલાલ, મેમણ, અબ્દુલ વાહિદ શેખ ,મહમ્મદ શહેજાદ મેમણ, મહમ્મદ હનિફ શેખ, અકરમ પઠાણ, મહમ્મદ શોએબ શેખ, જમીલ શેખ અને આશિફ કુરેશીને આબાદ રીતે ઝડપી લઈ રોકડ રકમ, જુગારના સાધનો મોબાઈલ ફોન વગેરે કબજે કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.