અમદાવાદમાં ડેન્ગ્યુના ૧૭૦ અને ઝેરી મેલેરીયાના ૧૨ કેસો નોંધાયા
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ૬ નવેમ્બર સુધીમાં ડેન્ગ્યુના ૧૭૦ કેસો નોંધાયા હતાં જયારે ઝેરી મેલેરિયાના ૧૨ કેસો નોંધાયા હતાં. અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છ નવેમ્બર ૨૦૧૯ સુધીના કુલ કેસોમાં સાદા મેલેરીયાના ૩૯૦૧ છે જયારે ઝેરી મેલેરીયાના ૧૫૭,ડેન્ગ્યુના ૩૩૪૫ અને ચીકનગુનિયાના ૧૦૮ કેસો નોંધાયા છે જયારે ૬ નવેમ્બર ૨૦૧૯માં અનુક્રમે ૬૬,૧૨,૧૭૦ અને ૯ કેસો નોંધાયેલા છે.મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ રોગોને અટકાવવા માટે ૨૧,૮૩,૧૬૨ ઘરોની તપાસ કરવામાં આવી છે. કુલ ટ્રીટેડ પાત્રોની સંખ્યા ૪૫,૨૬,૩૧૫ છે ૭,૯૨,૦૬૨નું પત્રિતાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
જયાકે કન્સ્ટ્રકશન સાઇટની પણ તપાસ કરવામાં આવી હતી કન્સ્ટરકશન સાઇટના ૧૫૩૯૪ એકમોની તપાસ કરી ૭૬,૬૭,૩૦૦ વહીવટી ચાર્જ વસુલ કરી ૨,૧૨૫ એકમોને નોટીસ આપી ૪૬ એકમોને સીલ મારવામાં આવ્યા છે આવી જ રીતે કોર્મશીલય ૨૪૨૫૫ એકમોની તપાસ કરવામાં આવી હતી અને ૮૭,૦૬,૮૬૨ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યા હતો અને ૮,૦૮૫ નોટીસ જારી કરી ૮૪ એકમોને સીલ મારવામાં આવ્યા હતાં
આમ કુલ ૧,૬૩,૭૪,૧૬૦ વહીવટી ચાર્જ વસુલ કરી કુલ ૧૩૦ એકમોને સીલ મારવામાં આવ્યા હતાં.શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ કુલ ૩૭ જેટલા તળાવો ખો સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી
વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.શૈક્ષણિક સંસ્થાના ૨૭૨૯ એકમો,કોર્મશીલ ઇન્ડસ્ટ્રીસ એકમો ૨૮૪૫ અને રહેણાંક ૫૬૨૮ વિસ્તારોમાં પગલા ઉઠવાવવામાં આવ્યા છે.આ ઉપરાંત લોકજાગૃતિ માટે સિનેમાધરો રેડીયો સ્થાનિક ન્યુઝ ચેનલો તેમજ દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાત તેમજ વીએમડી સ્ક્રીનમાં વિડીયો પ્રદર્શીત કરવામાં આવ્યા છે અને અધિકારીઓ દ્વારા ટોક શો પણ યોજવામાં આવ્યા હતાં.