અમદાવાદમાં ડેન્ગ્યુના ૨૯ દિવસમાં ૬૮ કેસો નોંધાયા
અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના નવા કેસો સપાટી ઉપર આવ્યા છે. જાન્યુઆરી મહિનામાં પણ કેસો નોંધાયા બાદ ૮મી ફેબ્રુઆરી સુધીના આંકડા દર્શાવે છે કે, આ ગાળામાં ડેંગ્યુના પણ નવા મામલા સપાટી ઉપર આવ્યા છે. ૧૧મી જાન્યુઆરીથી લઇને ૮મી ફેબ્રુઆરી સુધીના ગાળા દરમિયાન ડેંગ્યુના ૬૮ કેસો નોંધાઈ ચુક્યા છે જ્યારે ચિકનગુનિયાના આ ગાળા દરમિયાન ૨૪થી વધુ કેસો નોંધાયા છે. ઝેરી મેલેરિયાના ચાર કેસો સપાટી ઉપર આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિન ટેસ્ટ, ક્લોરિન નીલ જેવા પગલા લેવામાં આવી રહ્યા છે. ચાલુ માસ દરમિયાન ૩૧૭૪ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન જ બેક્ટેરીયોલોજીકલ તપાસ માટે ૩૬૨ પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. છેલ્લા સપ્તાહમાં અનફિટ રહેલા પાણીના સેમ્પલ સંખ્યા ત્રણ રહી છે. રોગચાળાના કેસોને રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં નવા કેસ સપાટી ઉપર આવી રહ્યા છે.
ડિસેમ્બર મહિનામાં પણ મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. ૨૦૧૮માં ડેંગ્યુના ૩૩૨ કેસ નોંધાયા હતા જેની સામે આંકડો ૨૦૧૯માં પહેલાથી જ બે ગણો થઇ ચુક્યો હતો અને આંકડો ૭૯૩ ઉપર તો નવેમ્બરના અંત સુધી જ પહોંચી ગયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોગને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ માસ દરમિયાન ૩૧૭૪ ક્લોરિન ટેસ્ટ આ ગાળા દરમિયાન કરવામાં આવ્યા છે. ઉપરાંત ક્લોરિન ગોળીઓનું વિતરણ, પાણીના નમૂનાની તપાસ કરાઈ છે. બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે હજારોની સંખ્યામાં પાણીના નમૂના લેવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવાયા છે. ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન ૧૨૪૯૩૧ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા જેની સામે ૮મી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં ૨૩૪૯૨ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૧૯ દરમિયાન લીધેલા ૨૭૪૯ સિરમ સેમ્પલોની સામે ૮મી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં ૧૨૨ સિરમ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. ચાલુ માસ દરમિયાન પાણીના અનફિટ સેમ્પલોની સંખ્યા ૫ નોંધાઈ છે.